ડો. ખાવલા રોમાથીએ માત્ર ત્રણ દિવસમાં કરી ૨૦૮ દેશોની યાત્રા, બનાવ્યો વિશ્વ રેકોર્ડ

 

નવી દિલ્હીઃ તમે વર્ષ ૨૦૦૪માં આવેલી બોલીવુડ ફિલ્મ ‘અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન ૮૦ ડે’ તો જોઈ હશે, આ ફિલ્મમાં અભિનેતા જેકી ચેને મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેની કહાની જૂલ્સ વર્નેના ઉપન્યાસમાંથી લેવામાં આવી હતી, જેને જૂલ્સ વર્નેએ ૧૮૭૨મા લખી હતી. ત્યારે તે કલ્પના કરવામાં આવી હશે નહીં કે કોઈ આટલા સમયમાં વિશ્વનું ભ્રમણ કરી શકે છે. હાલમાં એક મહિલાએ સાત મહાદ્વીપોમાં સૌથી ઓછા સમયમાં યાત્રા કરવા માટે ગિનીઝ બુક ઓફ રેકોર્ડસમાં પોતાનું નામ નોંધાવી લીધું છે. 

હકીકતમાં યુએઈની ડો. ખાવલા અલ રોમાથીએ આ સિદ્ધિ મેળવી છે. રોમાથીએ ત્રણ દિવસમાં સાત મહાદ્વીપોમાં યાત્રા કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. અલ રોમાથીએ માત્ર ત્રણ દિવસ ૧૪ કલાક ૪૬ મિનિટમાં આ સિદ્ધિ હાંસિલ કરી છે. અલ રોમાથીએ વિશ્વ રેકોર્ડ હાંસિલ કરવા માટે ૨૦૮ દેશોની પોતાની યાત્રા પૂરી કરી. અલ રોમાથીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર સત્તાવાર પ્રમાણપત્રની તસવીરો શેર કરવાની સાથે તેણે લખ્યું, ‘હું હંમેશાથી ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસની દીવાની રહી છું. પોતાની યાત્રા વિશે વિચારીને કે હું ક્યા-ક્યા માધ્યમથી ગઈ છું, પ્રમાણપત્ર લેવા જવું ખુબ ભારે લાગી રહ્યું હતું.’ આ સાથે રોમાથીના ફોલોઅર્સે તેના આ જુસ્સાનું સન્માન કર્યું છે. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર તેના રોમાંચક કાર્યની પ્રશંસા પણ કરી છે. તો લોકો તેને શુભેચ્છા પણ આપી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here