કોરોનાનો આગામી વેરિયન્ટ હશે વધુ ખતરનાકઃ દક્ષિણ આફ્રિકાના ડોક્ટર્સની ચેતવણી

 

દક્ષિણ આફ્રિકાઃ કોરોના વાયરસના કેસના કારણે ચીનમાં લાગુ પ્રતિબંધ વિરૂદ્ધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ચીનના વિવિધ વિસ્તારોમાં કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ ફેલાયો હોવાનું જાણવા મળે છે. દુનિયામાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઘણો ખતરનાક હશે. અત્યારે દુનિયામાં કોરોના વાયરસનો જે વેરિયન્ટ મોટાપાયે ફેલાયેલો છે તે હળવો છે. ઝડપથી ફેલાતો આ ઓમિક્રોન વેરિયન્ટ છેલ્લા ૧ વર્ષથી પ્રસર્યો છે અને તેના વિવિધ સ્વરૂપ દુનિયાના લગભગ તમામ દેશોમાં જોવા મળી રહ્ના છે. ઓમિક્રોનનું નવું સ્વરૂપ હળવું છે તેથી ઘણાં સંશોધકોનું ઍવું માનવું હતું કે આ ઍક પ્રકારે કોરોના વાયરસનો અંત છે કે જેવું ઘણાં અન્ય વાયરસ સાથે થયું છે. જે મ્યુટેશનથી હળવો થઈ ગયો છે કે જેથી વધુ ઝડપથી ફેલાઈ શકે. દરમિયાન દક્ષિણ આફ્રિકાના સંશોધકોઍ કહ્નાં છે કે આ વાયરસમાં હજુ પણ ઍવી ક્ષમતા છે કે તે વધારે ઘાતક થઈ શકે છે. ઍક ઍચઆઈવી દર્દીની તપાસ બાદ ઍવો ખુલાસો થયો છે કે તેની અંદર છેલ્લા ૬ મહિનાથી કોરોના વાયરસ હતો. આ શોધ કરનાર વાયરોલોજિસ્ટે કહ્નાં કે, સમય સાથે વાયરસનો વિકાસ થયો છે કે જેથી વધારે કોશિકાઓનું મોત થયું છે. કોશિકાઓમાં ફ્યુઝન થયું છે. જેથી ફેફસાંમાં તકલીફ વધી છે. આ અસર ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની સરખામણીમાં તે લોકોમાં વધારે જોવા મળે છે કે જેઓ અગાઉ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. આ શોધ કરનાર વાયરોલોજિસ્ટે કહ્નાં કે, સમય સાથે વાયરસનો વિકાસ થયો છે કે જેથી વધારે કોશિકાઓનું મોત થયું છે. કોશિકાઓમાં ફ્યુઝન થયું છે. જેથી ફેફસાંમાં તકલીફ વધી છે. તે દર્દી ઍચઆઈવી સંક્રમિત છે અને તેની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હતી. જેથી સંપૂર્ણરીતે સંક્રમણ ખતમ થયું નહીં અને આ વાયરસ બીજામાં ફેલાતા પહેલા શરીરની અંદર સતત પોતાની પ્રતિકૃતિ બનાવતો રહ્ના અને મ્યુટેટ થતો રહ્ના. દક્ષિણ આફ્રિકાના રિસર્ચથી ઍવું પણ જાણવા મળે છે કે દુનિયા વેક્સિન અને અગાઉના સંક્રમણના કારણે તેને હરાવવા માટે અગાઉની સરખામણીમાં વધુ તૈયાર છે. ચીનમાં કોરોનાની મહામારીનો નવો સમયગાળો મહાવિનાશક વેરિયન્ટ ફેલાવી શકે છે. જેથી દુનિયાને ફરી ઍકવખત કોરોના સામે લડવા માટે તૈયાર રહેવું પડી શકે છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here