અમેરિકાના વિસ્કોન્સિન મોલમાં ગોળીબાર, અનેક ઘાયલ, પોલીસે ઘેરી લીધો મોલ

 

વોશિંગટનઃ અમેરિકાના વિસ્કોન્સિન સ્થિત એક મોલમાં શુક્રવારે થયેલી ગોળીબારીમાં ઓછામાં ઓછા આઠ લોકો ઘાયલ થયા છે. પોલીસ અત્યાર સુધી શોધવામાં નિષ્ફળ રહી છે કે હુમલાવર કોણ હતો અને તેણે કયા ઇરાદે ગોળીબારી કરી. સ્થાનિક મેયર ડેનિસ મેકબ્રાયડના અનુસાર વિસ્કોન્સિનના મિલવોકીના મેફીલ્ડ શોપિંગ મોલમાં અચાનક ગોળીબાર થયો ત્યારે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનામાં અત્યાર સુધી ૮ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.  

ગોળીબારી અંગે જાણ થતાં પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો, પરંતુ તે અપરાધીને પકડવામાં અસફળ રહી. લગભગ ૭૫ અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ગોળીબારમાં ઘાયલ લોકોને સ્ટ્રેચર પર મોલમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.  પોલીસનું કહેવું છે કે લોકો સાથે વાતચીતના આધાર પર શૂટર વિશે કેટલીક જાણકારી મળી છે. તેની ઉંમર ૨૦ થી ૩૦ વર્ષની આસપાસ છે. પોલીસે શૂટરની શોધખોળમાં રેડ પણ કરી રહી છે. આ ઉપરાંત આસપાસના તમામ સીસીટીવી ફંફોળવામાં આવી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here