કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેરવા, મહેસાણામાં પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન અને સેમિનાર યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેરવા, મહેસાણામાં પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન અને સેમિનારનું આયોજન પદ્મશ્રી ગણપતભાઈ પટેલ, પેટ્રોન ઈન ચીફ, ગણપત યુનિવર્સિટી, ખેરવાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે રામભાઇ પટેલ, ચેરમેન, એપીએમસી મહેસાણા, મિહિરભાઈ પટેલ, ચેરમેન આરોગ્ય સમિતિ, જિલ્લા પંચાયત, મહેસાણા, ચંદ્રકાંતભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ નટવરભાઈ પટેલ, તાલુકા સંયોજક કે. એસ. પટેલ, સંયુક્ત ખેતી નિયામક મહેસાણા વિભાગ, શૈલેષભાઈ પટેલ, નાયબ ખેતી નિયામક, મહેસાણા, નીલેશભાઈ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી, મહેસાણા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો અને અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા.
કાર્યક્રમના પ્રારંભમાં એલ. કે. પટેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા, મહેસાણા દ્વારા મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને આત્મા વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓથી વાકેફ કર્યા હતા. કૃષિ વૈજ્ઞાનિક દ્વારા પ્રાકૃતિક કૃષિના આધાર સ્તંભોની માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિના સ્વઅનુભવો રજુ કર્યા હતા.
આ ઉપરાંત બેસ્ટ આત્મા એવોર્ડના સન્માન પત્રનુ વિતરણ અધ્યક્ષના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોમાં ટેકનોલોજી અપનાવવા માટે સ્વજાગૃતતા આવે તે માટે માહિતી આપી હતી. રામભાઇ પટેલ દ્વારા ખેડૂતો પ્રાકૃતિક કૃષિમાં આગળ વધે તે માટે માર્ગદર્શન આપ્યું.
પદ્મશ્રી ગણપતભાઈ પટેલે ખેડૂતો પ્રાકૃતિક કૃષિમાં આગળ વધે તે માટે આહવાન કર્યું. આને મહીલાઓને પ્રાકૃતિક કૃષિની ઝુંબેશમાં જોડાવવા અપીલ કરી હતી. આ ઉપરાંત ૧૭ જેટલા અલગ અલગ પ્રકારના સ્ટોલ બનાવવામાં આવ્યા હતા જેમાં ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કરવામાં આવ્યું હતું. આત્મા પ્રોજેક્ટ મહેસાણા દ્વારા પ્રાકૃતિક કૃષિ મોડેલ રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં ડો. રમેશભાઈ પટેલ, વૈજ્ઞાનિક, દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૧૧૦૦ જેટલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here