ચીનમાં ન્યુમોનિયાનો પ્રકોપઃ દર્દીઓથી હોસ્પિટલો ભરાઇ ગઇ

બેઇજિંગઃ ચીનમાં એક વિચિત્ર પ્રકારનો ન્યુમોનિયા તબાહી મચાવી રહ્યો છે, જેના કારણે અહી નવી મહામારી તરીકે જોવામાં આવી રહ્યો છે. અહીંની શાળાઓમાં રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ ફેલાઈ રહ્યો છે. સ્થિતિ એવી જ છે જેવી કોરોનાની શરૂઆતમાં હતી. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બેઇજિંગ અને લિયાઓનિંગ શહેરોની હોસ્પિટલોમાં બીમાર બાળકોની સંખ્યા વધી રહી છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે સ્વાસ્થ્ય નિષ્ણાતો અને ડોક્ટરો પણ તેના વિશે વધુ જાણતા નથી, જેના કારણે સારવારમાં મુશ્કેલી આવી રહી છે. એવા અહેવાલો છે કે વધતા સંકટને ધ્યાનમાં રાખીને શાળાઓ ટૂંક સમયમાં બંધ કરવામાં આવશે. ચીનમાં ફેલાતા ન્યુમોનિયાના લક્ષણો શું છે અને હાલમાં તેનાથી બચવા માટે શું કરી શકાય છે.
મળતી માહિતી મુજબ બાળકો પર તેની વધુ અસર થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શાળાના બાળકો આનો વધુ શિકાર બની રહ્યા છે અને હોસ્પિટલોમાં પ્રવેશ મેળવનારાઓમાં મોટાભાગના બાળકો છે. દાખલ દર્દીઓમાં ઘણા સામાન્ય લક્ષણો જોવા મળે છે, જેમાંથી તાવ એક મુખ્ય અને સામાન્ય લક્ષણ છે. આ ઉપરાંત તેમને ફેફસામાં સોજો, ઉધરસ અને શ્વસન રોગો સાથે સંકળાયેલા અન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે.
પ્રોમેડ (રેફ) નામની એક સંસ્થા જે વિશ્વભરમાં મનુષ્યો અને પ્રાણીઓમાં રોગના પ્રકોપ પર નજર રાખે છે, તેણે ચીનમાં ફેલાતા આ અનિયંત્રિત ન્યુમોનિયા વિશે ચેતવણી જારી કરી છે. સંસ્થાએ કહ્યું છે કે આ રોગનું પહેલું અને સૌથી મોટું લક્ષણ ખૂબ જ તાવ છે અને જો આ લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.
પ્રોમેડે તેની ચેતવણીમાં જણાવ્યું હતું કે ન્યૂમોનિયા ફાટી નીકળવાની શરૂઆત ક્યારે થઈ તે બરાબર સ્પષ્ટ નથી, કારણ કે આટલા બધા બાળકો માટે આટલી ઝડપથી અસર થવી એ ઘણી અસામાન્ય બાબત છે.
મળતી માહિતી મુજબ કોઈ પુખ્ત વયના લોકોને અસર થઈ હોવાનું જાણવા મળ્યુંું નથી, કારણ કે તે શાળાઓમાં વધુ ફેલાઈ રહ્યો છે. આ અન્ય રોગચાળો હોઈ શકે છે કે કેમ તે અનુમાન કરવું ખૂબ જ વહેલું છે, પરંતુ તે આવનારા મોટા સંકટની નિશાની છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ને પણ ચીનમાં ફેલાતા વિચિત્ર પ્રકારના ન્યુમોનિયાને લઈને એલર્ટ કરવામાં આવ્યું છે. ડબ્લ્યુએચઓએ ચીનની સરકાર પાસેથી બાળકોમાં શ્વસન સંબંધી રોગો અને ન્યુમોનિયા અંગે સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here