એલન મસ્ક સાડા પાંચ વર્ષમાં મનુષ્યને મંગળગ્રહ પર લઈ જવા તૈયાર

 

ન્યુ યોર્કઃ ટેસ્લા અને સ્પેસએક્સના પ્રમુખ એલન મસ્કને ટાઇમ મેગેઝિન દ્વારા પર્સન ઑફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ટાઈમ્સ પર્સન ઑફ ધ યરનું બિરુદ વિશ્વભરમાં વ્યક્તિ કે સંસ્થાના પ્રભાવનું પ્રતીક માનવામાં આવે છે. ટાઈમના એડિટર-ઈન-ચીફ એડવર્ડ ફેલસેન્થલે મસ્ક અંગે જણાવ્યું હતું કે, આ સમયે પૃથ્વી પર અથવા તેની બહાર ભાગ્યે જ કોઈ એવા લોકો હશે કે જેઓ એલોન મસ્ક કરતાં વધુ પ્રભાવ ધરાવે છે. તેમણે ઉમેર્યું કે, ૨૦૨૧માં મસ્ક માત્ર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે જ નહીં, પરંતુ સમાજમાં મોટા પરિવર્તનના સૌથી મોટા પ્રતીક તરીકે પણ ઓળખાયા છે. જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં મસ્કે સૌપ્રથમ મનુષ્યને મંગળ પર લઈ જવાની સમયમર્યાદા જાહેર કરી હતી  સાડા પાંચ વર્ષ. મસ્ક ફક્ત સાડા પાંચ વર્ષમાં મંગળને પૃથ્વી જેવા ગ્રહમાં ફેરવવા માંગે છે.

એલન મસ્ક પૃથ્વી પરના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લાના સીઇઓ, મનુષ્યને મંગળ પર લઈ જવાનું સ્વપ્ન ધરાવે છે. મંગળ પ્રત્યેનો તેમનો જુસ્સો કોઈનાથી છુપાયેલો નથી. અવારનવાર પોતાના ટ્વીટમાં તે પોતાના મિશન વિશે ભવિષ્યવાણીઓ કરતા રહે છે. જો કે હવે સૌથી વધુ આકર્ષિત કરનારી વાત એ છે કે મંગળ ગ્રહ પર એલન મસ્કની સ્થાયી દુનિયાનો માત્ર માણસો જ ભાગ નહીં બને પરંતુ તે ઇચ્છે છે કે અન્ય જીવો પણ લાલ ગ્રહની મુલાકાત લે. તાજેતરમાં જ તેમણે ટાઇમ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે આ માટે આપણે મંગળને ગરમ કરવો પડશે અને તેના માટેનો સૌથી સરળ રસ્તો તેના ધ્રુવો પર પરમાણુ બોમ્બ છોડવાનો છે. મસ્કે કહ્યું કે અવકાશમાં વિસ્ફોટને કારણે રેડિયેશન આપણા માટે ખતરો નહીં હોય, પરંતુ તેની ગરમી થીજી ગયેલો કાર્બન ડાયોક્સાઈડ ગેસમાં ફેરવાઈ જશે, જે ગ્રહ પરના થીજી ગયેલા બરફને પાણીમાં ફેરવી દેશે.

મેગેઝિન સાથેની મુલાકાતમાં એલન મસ્કે કહ્યું, મારો ઉદ્દેશ્ય જીવનને બહુગ્રહીય બનાવવાનો અને માનવતાને અવકાશ યાત્રા માટે સક્ષમ બનાવવાનો છે. સૌથી મોટી વાત એ છે કે મંગળ પર એક સુરક્ષિત અને મજબૂત શહેર બનાવવું અને પૃથ્વીના પ્રાણીઓ અને જીવોને ત્યાં લઈ જવું. પૃથ્વીની પ્રજાતિઓને મંગળ પર લઈ જવાની સમયરેખા વિશે પૂછવામાં આવતા મસ્કએ કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં જો આપણે મંગળ પર પગ નહીં મુકીએ તો મને આશ્ચર્ય થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here