ભૂમાફિયાને નિયંત્રણાં લેવા રૂપાણી સરકારે કાયદાને આપી મંજૂરી

 

ગાંધીનગરઃ રાજ્યમાં ભૂમાફિયાઓ પર નિયંત્રણ લાવવા માટે રૂપાણી સરકાર નવો કાયદો લાવી છે જેને કેબિનેટે મંજૂરી આપી છે. જમીનની કિંમત દિનપ્રતિદિન વધી રહી છે, ત્યારે આવા સંજોગોમાં ભૂમાફિયા ખોટા દસ્તાવેજો કરીને ધાકધમકીથી જમીન પાચવી રહ્યાં છે જેને રોકવા માટે કડક કાયદાને મંજૂરી આપવામાં આવી છે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષપદે કેબિનેટ કક્ષાની બેઠક યોજાઈ હતી. જેમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટના પ્રસ્તાવને કેબિનેટની મિટીંગમાં મંજૂરી મળી ગઈ છે. મહત્વનું છે કે ભૂમાફિયા પર ગાળીયો વધ્યો છે આ કાયદો જલ્દી અમલમાં આવશે, સાથે સાથે અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગુજરાત રાજ્ય દેશ અને દુનિયાનું વિકાસનું મોડલ છે તેવું નિવેદન મંત્રી કૌશિક પટેલે આપ્યું છે.

ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ભૂમાફિયોને અંકુશમાં લેવાની સાથે સાથે ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતો જાળવવા માટે આ કાયદો મહત્વરૂપ બની રહેશે ભૂમાફિયાઓ દ્વારા જમીન પચાવી પાડવાને લગતા કેસોમાં પારદર્શક તપાસ થાય અને ભૂમાફિયાઓને યોગ્ય સજા કરવા માટે સ્પેશિયલ કોર્ટ પણ રચવાની જોગવાઈ આ કાયદા મારફતે કરવામાં આવશે. આ ખરડાના પ્રસ્તાવમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ જમીનની માલિકી પોતાની હોવાનું પુરવાર કરવાની જવાબદારી ભૂમાફિયાને માથે નાખવામાં આવી છે.

ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતો જાળવવા માટે આ કાયદો મહત્વરૂપ બની રહેશે. અદાલતમાં કેસ દાખલ થયાના છ મહિનામાં કેસનો નિકાલ કરાશે. જમીન હડપ કરી જનારા તત્વોને ૧૦ થી ૧૪ વર્ષ સુધીની જેલ-સજા થશે. જમીનની જંત્રી કિંમત જેટલો શિક્ષાત્મક દંડ ભરવો પડશે. સામાન્ય માનવીની જમીન હડપ કરી જનાર ભૂમાફિયાને માથે જ જમીનની માલિકી પોતાની હોવાની પુરવાર કરવાની જવાબદારી નાખવામાં આવશે.

રાજ્યમાં સરકારી, સ્થાનિક સ્વરાજ્યની, સંસ્થાઓની, સખાવતી સંસ્થા, જાહેર ટ્રસ્ટ, ધર્મ સ્થાનકો, ખાનગી માલિકીની, ખેડૂતોની જમીન હડપ કરનારા ભૂમાફિયા, અસામાજીક તત્વો પર સકંજો કસવા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ લાવવામાં આવ્યો છે. ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ભૂમાફિયોને અંકુશમાં લેવા અને ખેડૂતોના અને કાયદેસરના જમીન માલિકોના હિતો જાળવવા માટે આ કાયદો મહત્વરૂપ બની રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here