પશ્ચિમ બંગાળના નાડિયા જિલ્લામાં માયાપુર ખાતે વિશ્વનું સૌથી મોટું મંદિર બની રહ્યું છે.. જે આ ફેબ્રુઆરી મહિનામાં લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે…

0
1731
????????????????????????????????????

 

   ઈસ્કોન – આંતરરાષ્ટ્રીય સોસાયટી ઓફ ક્રિશ્ના કોન્શિયસનેસ- દ્વારા માયાપુર ખાતે છેલ્લા એક દાયકાથી આ મંદિરના નિર્માણનું કામકાજ ચાલી રહ્યું છે. વૈદિક પ્લેનેટોરિયમથી સજ્જ આ મંદિરનું બાંધકામ એક લાખ ચોરસ ફૂટમાં કરવામાં આવ્યું છે. આ મંદિરમાં દરેક માળ એક લાખ ચોરસ ફૂટનો હશે. પૂર્વ અને પશ્ચિમના સુમેળવાળુ આ મંદિર અનેક સુવિધાઓથી સજ્જ બનશે. એકસાથે દસ હજાર ભકતો ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ પાર્થના કે નત્ય કરી શકશે. દરેક ધર્મ, સંપ્રદાય કે જાતિના લોકો માટે આ મંદિરના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે. મંદિરના પ્રવેશ માટે કોઈને નિષેધ નહિ હોય, નાત, જાત, ધર્મ કે સામાજિક ઊંચ -નીચ કે કોઈ પણ ભેદભાવને આ મંદિરમાં સ્થાન નહિ હોય. માયાપુર એ ભાગવા  ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થાન છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આશરે 70 લાખ જેટલા લોકો માયાપુરની મુલાકાતે આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here