કોવિડ-૧૯ અસરઃ ૨૦૦૦ની નોટોનું ચલણ ઘટતાં રીર્ઝવ બેન્કે આ નોટો ૨૦૧૯-૨૦માં છાપી નથી

 

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (ય્ગ્ત્)એ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ૨૦૦૦ રૂપિયાની એક પણ નોટ છાપી નથી. આ સમય દરમિયાન, બે હજારની નોટોનું સર્ક્યુલેશન પણ ઘટ્યું છે. રિઝર્વ બેંક દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ના વાર્ષિક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.

ય્ગ્ત્ના અહેવાલ મુજબ, ૨૦૦૦ રૂપિયાની નોટનું છાપણી ૨૦૧૯-૨૦માં થયું નથી. ઉપરાંત, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નોટ ર-રંન્ટગ અને સિક્યુરિટી પ્રિરંન્ટગ એન્ડ મિટિંગ કોર્પોરેશન તરફથી નવી સપ્લાય આવી નથી. વર્ષ ૨૦૧૯-૨૦માં નોટની સંખ્યા એક વર્ષ પહેલા કરતા ૧૩.૧્રુ ઓછી છે. ૨૦૧૯-૨૦માં નોટોની સપ્લાયમાં પણ ૨૩.૩્રુનો ઘટાડો થયો છે. આ કોવિડના ફેલાવા અને લોકડાઉનને કારણે છે.

રિઝર્વ બેંકના આ અહેવાલ મુજબ, માર્ચ ૨૦૧૮ના અંત સુધી બે હજારની ૩૩,૬૩૨ લાખ નોટ્સ ચલણમાં હતી. માર્ચ ૨૦૧૯ના અંત સુધીમાં તે ઘટીને ૩૨,૯૧૦ લાખ થઈ ગઈ હતી. આ પછી, માર્ચ ૨૦૨૦ના અંત સુધીમાં, તેમાં વધુ ઘટાડો થયો અને તે ૨૭,૩૯૮ લાખ નોટ્સ પર આવી ગઈ હતી. માર્ચ ૨૦૨૦ સુધીના આંકડા મુજબ, ૨૦૦૦ રૂપિયાની નોટો દેશમાં ફરતા કુલ ચલણના ૨.૪્રુ જેટલી હતી. આ પહેલા ૨૦૧૯માં આ આંકડો ૩્રુ હતો. માર્ચ ૨૦૧૮ની વાત કરીએ તો તે ૩.૩્રુ હતો. એટલે કે, ૨૦૦૦ રૂપિયાની નોટ્સનું ચલણ દર વર્ષે ઘટતું જોવા મળ્યું છે.

ય્ગ્ત્ના રિપોર્ટ મુજબ, મૂલ્યના હિસાબે પણ રૂ. ૨૦૦૦ની નોટની હિસ્સેદારીમાં ઘટાડો થયો છે. માર્ચ ૨૦૧૮ના અંતે, બે હજારની નોટનો હિસ્સો ૩૭.૩્રુ હતો. માર્ચ ૨૦૧૯ના અંત સુધીમાં તે ૩૧.૨્રુ અને માર્ચ ૨૦૨૦ના અંત સુધીમાં તે ઘટીને ૨૨.૬્રુ થયો હતો. રિઝર્વ બેંકે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, જ્યાં ૨૦૦૦ રૂપિયાની નોટોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, છેલ્લા ત્રણ વર્ષ (૨૦૧૮-૨૦૨૦) દરમિયાન ૫૦૦ અને ૨૦૦ રૂપિયાની નાની નોટોનું સર્ક્યુલેશન નોંધપાત્ર રીતે વધ્યું છે