અયોધ્યા રામમંદિર ઇફેક્ટઃ તાજ અને રેડીસન્સ સહિતની હોટલો શરૂ થવાના સંજોગો

 

નવી દિલ્હીઃ ધાર્મિક અને ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે અયોધ્યા હવે લેન્ડમાર્ક બનવા જઈ રહ્યું છે. રામ મંદિરનું નિર્માણ શરુ થયા બાદ અહી હવે તાજ, રેડીસન સહિતના મોટા હોટેલ્સ ગ્રુપે રસ દેખાડવાનું શરુ કર્યું છે. જ્યાં પહેલા ફક્ત નાની હોટલો અને ધર્મશાળાઓ જ જોવા મળતી હતી, હવે ત્યાં થોડા વર્ષોમાં લક્ઝરી ફાઇવ સ્ટાર હોટલો જોવા મળશે. હોસ્પિટાલિટી સેક્ટર માટે અયોધ્યા એક વિશેષ શહેર બનવા જઈ રહ્યું છે. તાજ હોટલથી રેડીસન બ્લુ અને ત્વ્ઘ્ હોટેલ સુધીની તમામ ટોચની હોટેલ બ્રાન્ડ્સ અહીં રસ બતાવી રહી છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થતાંની સાથે જ વ્યવસાયિક પ્રવૃત્તિઓ પણ શરૂ થઈ ગઈ છે. જોકેે, તે હજી પણ ખૂબ જ પ્રારંભિક તબક્કે છે. એક અહેવાલ છે કે દેશની અગ્રણી હોટલ બ્રાન્ડ્સ અહીં પર્યટન અને ધાર્મિક સ્થળ તરીકેના સંભવિત વિકાસની ચકાસણી કરી રહી છે. આ સંદર્ભમાં, કેટલાક મોટા હોટેલ જૂથો પણ અહીંની સરકાર સાથે વાત કરી રહ્ય છે.

હાલમાં અયોધ્યામાં મોટાભાગે ધર્મશાળા જ વધુ છે. આ સિવાય અમુક નાની મોટી હોટેલો છે. અત્યાર સુધીમાં અયોધ્યામાં કોઈ પણ મોટા હ્રુપની હોટેલ બની નથી. ફ્રાન્સના હોટેલ ગ્રુપ એકોર અને રેડીસને અહી સંભાવનાઓ તપાસવાની શરુ કરી છે. એકોર ગ્રુપ ભારતમાં અનેક જગ્યાએ ભાગીદારીમાં બિઝનેસ કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ સંદર્ભમાં ઘણા હોટલ જૂથો દ્વારા ઉત્તર પ્રદેશ સરકારનો સંપર્ક કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે ટોચની હોટલ બ્રાન્ડ્સે અહીં રસ દાખવ્યો હતો. આ માટે સરકાર આગામી સમયમાં હોટલ, રેસ્ટોરાં અને શોપિંગ મોલ માટે લગભગ ૬૦૦ એકર જમીન આપી શકે છે.

ફેડરેશન ઓફ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન્સ ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ અને સ્ત્ચ્ હોસ્પિટાલિટીના પ્રમુખ કમલેશ બારોટે જણાવ્યું હતું કે, આગામી વર્ષ સુધીમાં ૨૦૦ જેટલા વેજ રેસ્ટોરન્ટ અયોધ્યામાં ખુલી જશે. આ રેસ્ટોરાં મંદિરની આસપાસ ખુલશે. એસોસિએશન આના પર કામ કરી રહ્યું છે. એસોસિએશન આ મામલે એક મહિમાં યોગી સરકાર સાથે વાતચીત કરશે. તેમણે કહ્યું હતું કે તેઓ અયોધ્યામાં વિદેશી પ્રવાસીઓનું વધુ બજાર જોઇ રહ્યા છે. તેમને ધ્યાનમાં રાખી ત્યાં ઘણા મોટા રેસ્ટોરાં ખુલશે. આ સાથે, ક્વિક ફૂડ સર્વિસ આપતી મેકડોનાલ્ડ પણ અહીં ખુલી જશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here