મહારાષ્ટ્રમાં સ્ટેમ્પ ડ્યૂટી બે ટકા ઘટાડી ગુજરાતમાં પણ ઘટાડવા ક્રેડાઈની માંગ

 

 

પ્રારંભથી રાજ્ય સરકારોને સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરવા જણાવતી હતી. મહારાષ્ટ્રના નિર્ણયથી ગ્રાહકોને ફાયદો થશે અને માંગ વધશે. સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડવાથી સરકારની આવક ઘટશે નહીં બલકે વધશે. ગુજરાત સહિતના રાજ્યો પણ મહારાષ્ટ્રને અનુસરે તેવી તેમણે માંગ કરી હતી.

નવા દર પ્રમાણે ૧લી સપ્ટેમ્બર, ૨૦૨૦થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ સુધી સપ્ટેમ્બર ડ્યૂટી ૫ ટકા પરથી ૩ ટકા કરવામાં આવી છે, જ્યારે ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી તે ૨ ટકા કરવામાં આવી છે.

આ અંગે ક્રેડાઈની એમસીએચઆઈના પ્રમુખ નયન શાહે જણાવ્યું હતું કે નિર્ણયને લીધે પહેલી વાર નવું ઘર ખરીદનારા, ફ્લેટ વેચવા માગનારા અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માગનારને પ્રોત્સાહન મળશે. ખાસ કરીને કોવિડ-૧૯ને લીધે માગણી ઘટી છે અને રોકડ પ્રવાહ પણ મર્યાદિત બન્યો હોવાથી આ નિર્ણયથી માગણીમાં વધારો થવાની અપેક્ષા છે.

રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ ઉમેશ લાડે જણાવ્યું હતું કે આ ઘટાડાથી રૂ. ૧ કરોડ સામે ૩૧ ડિસેમ્બર સુધી રૂ. ૨ લાખ અને ત્યાર પછી ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી રૂ. ૩ લાખ સ્ટેમ્પ ડ્યૂટી બચી જશે. જોકે સ્ટેમ્પ ડ્યૂટી જેની પર આકારવામાં આવે છે તે વિસ્તારો અનુસાર જગ્યાના ભાવ નક્કી કરતા રેડી રેકનરના ભાવમાં ઘટાડો કરાય તો સાગમટે બધાને લાભ થઈ શકે છે.