ઓસ્ટ્રલિયાની યુનિવર્સિટી અભિનેતા શાહરુખ ખાનને ડોકટરેટની માનદ ડિગ્રીથી સન્માનિત કરશે…

0
849

ઓસ્ટ્રેલિયાના મેનબોર્નમાં આવેલી લા ટ્રોબ યુનિવર્સિટી બોલીવુડના જાણીતા અભિનેતા શાહરુખ કાનને એણે કરેલા યોગદાન માટે સન્માનિત કરવાની છે. શાહરુખ ખાન પોતાના મીર ફાઉન્ડેશન દ્વારા જરૂરતમંદ બાળકોના કલ્યાણ અને મહિલા સશક્તીકરણ માટે કાર્ય કરી રહ્યો છે. બોલીવુડની ફિલ્મોમાં પણ તેણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. શાહરુખાનને આ સન્માન ઈન્ડિયન ફિલ્મ ફોસ્ટિવલ ઓફ મેલબોર્ન પ્રસંગે એનાયત કરવામાં આવશે. મેલબોર્નમાં આગામી 8 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી ઈન્ડિયન ફિલ્મ ફોસ્ટિવલ શરૂ થઈ રહ્યો છે. ઓસ્ટ્રલિયાની લા ટ્રોબ  યુનિવર્સિટી ભારતીય સંસ્કૃતિ અંગે અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે. પોતાને મળી રહેલા સન્માન બદલ પ્રતિભાવ વ્યક્ત કરતા અભિનેતા શાહરુખ ખાને જણાવ્યું હતું કે, આ સન્માન મને આપવામાં આવી રહ્યું છે, એ સમાચાર જાણીને હું ખૂબ ગર્વની લાગણી અનુભવી રહ્યો છું. ભારતીય સંસ્કૃતિ સાથે ગાઢ સંબંધ ધરાવતી આ યુનિવર્સિટી મહિલાઓને સમાન અધિકાર આપવા માટે પણ કામગીરી કરી રહી છે્. આ ડોકટરેટની ડિગ્રી મેળવવી એ મારે માટે ખૂબ જ ગૌરવની વાત છે. મારા યોગદાનની નોંધ લઈને આ સન્માન માટે મારી પસંદગી કરવામાં આવી એ બદલ હું યુનિવર્સિટીનો દિલથી આભાર માનું છું.