એશિયામાં પહેલા પણ કોરોનાએ પાયમાલી કરી છે, DNAમાં વર્ષો જુના અવશેષો મળ્યા

 

કોરોના વાઇરસ, જે આખા વિશ્વમાં પાયમાલી લાવી રહ્યો છે, તેણે પૂર્વ એશિયામાં ૨૦,૦૦૦ કરતાં પણ વધુ વર્ષો પહેલા પોતાનો કહેર વર્તાવી ચુક્યો છે. અને હવે તેના અવશેષો ચીન, જાપાન અને વિયેટનામના લોકોના ડીએનએમાં મળી આવ્યા છે.

કરંટ બાયોલોજીમાં પ્રકાશિત એક સંશોધન અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ પ્રદેશોમાં આધુનિક વસ્તીના ૪૨ જનીનોમાં વાઇરસના કોરોના વાઇરસ પરિવારના આનુવંશિક અનુકૂલનના પુરાવા મળ્યા છે. કોવિડ-૧૯ વૈશ્વિક રોગચાળાને કારણે કોરોના વાઇરસ સાર્સ-સીઓવી-૨ દ્વારા અત્યાર સુધીમાં વિશ્વભરમાં ૩૮ લાખથી વધુ લોકો માર્યા ગયા છે અને અબજો ડોલરનું આર્થિક નુકસાન કર્યું છે. કોરોના વાઇરસ પરિવારમાં સંબંધિત માર્સ અને સાર્સ વાઇરસનો પણ સમાવેશ છે, જેણે છેલ્લા ૨૦ વર્ષમાં ઘણા જીવલેણ ચેપ ફેલાવ્યા છે.

સૌઇલ્મી અને ટોબલરનું સંશોધન

તેમના સંશોધનને આધારે ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રીય યુનિવર્સિટીના યાસીન સૌઇલ્મી અને રે ટોબલરે જણાવ્યું હતું કે અમારા પરિણામો બતાવે છે કે ઐતિહાસિક વાયરલ ફાટી નીકળવાના આનુવંશિક અવશેષોને કેવી રીતે શોધી કાઢવું એ અમને ભાવિ રોગચાળો ફાટી નીકળતા સારવારમાં મદદ કરી શકે છે. 

સૌઇલ્મી અને રે ટોબલર કહે છે કે વૈશ્વિક રોગચાળો કદાચ માનવ ઇતિહાસ જેટલો જૂનો છે. આપણે પહેલાં વૈશ્વિક રોગચાળાઓનો સામનો કરવો પડ્યો છે. 

એકલા ૨૦મી સદીમાં, ત્રણ પ્રકારનાં ઈન્ફલ્યુએન્ઝા વાઇરસ ૧૯૧૮-૨૦નો સ્પેનિશ ફ્લૂ, ૧૯૫૭-૫૮નો એશિયન ફ્લૂ અને ૧૯૬૮-૬૯નો હોંગકોંગ ફ્લૂ, દરેકથી વ્યાપક વિનાશ સર્જાયો હતો, લાખો લોકોનો જીવ લેતા વાઇરસ અને અન્ય સુક્ષ્મજીવાણુઓ દ્વારા થતા ચેપનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો છે. ઘણા આનુવંશિક ગુણ શરીર દ્વારા આ વાઇરસ સાથે સ્વીકાર્યા પછી રહી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here