પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી નંદીગ્રામ મત- વિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે…

 

      પશ્ચિમ બંગાળનો નંદીગ્રામ મત- વિસ્તાર હાલમાં ચૂંટણીના કુરપક્ષેત્રનું મેદાન બની ગયો છે. ટીએમસીના નાના- મોટા પ્રત્યેક નેતા આ મત- વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. રોજ પ્રવચનો ને રેલીઓ યોજાઈ રહી છે. , તો સામે પક્ષે ભાજપ પણ કોઈથી ગાંજ્યો જાય તેમ નથી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના અગ્રણીઓ આ વિસ્તારમાં આવીને ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. એમ પણ પશ્ચિમ બંગાળની ચૂંટણી એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની છે. જે રાજ્યમાં ભૂતકાળમાં ભાજપનું નામનિશાન નહોતું. એ રાજ્યમાં હાલમાં લોકોમાં ભાજપ તરફી હવા ચાલી રહી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકોને વિશ્વાસ બેસવા મંડયો છે. મમતા બેનરજી હાલ લડાયક મિજાજમાં છે. તાજેતરમાં એક પ્રચાર- સભાને સંબોધતાં તેમમે જણાવ્યું હતું કે,નંદિગ્રામ  મારો પોતાનો વિસ્તાર છે. હું મારું નામ ભૂલી શકું, પણ નંદિગ્રામને ના ભૂલી શકું. હું નંદીગ્રામમાં પ્રચાર માટે જઈ રહી હતી ત્યારે મને અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જયારે નંદીગ્રામમાં આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે મારા નિવાસસ્થાને મહાકાલીની પૂજા થઈ રહી હતી. રાજ્યપાલે મને ફોન કરીને કહ્યું હતું કે, તમારે રાતના સમયે નંદિગ્રામ ન જવું જોઈએ. તમારી સુરક્ષા અતિ જરૂરી છે. આમ છતાં હું પાછી ના હટી. નંદિગ્રમમાં અત્યાચાર થઈ રહ્યો હતો, મારી પર ગોળી ચલાવવામાં આવી, પરંત મારા બંગાળના ભલા માટે હું હું ઊભી રહી. હું નંદિગ્રામની દીકરી છું. મેં પહેલેથી જ વિચારી રાખ્યું હતું કે, હું નંદિગ્રામથી જ ઉમેદવારી કરીશ નંદિગ્રામના લોકોએ મને સ્વીકારી છે, એટલે જ હું નંદિગ્રામ આવી છું. 

       પોતાની ચૂંટણી સભા દરમિયાન મંચ ઉપર જ મમતા બેનરજીએ ચંડીપાઠ પણ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here