પરિવારવાદ ડેમોક્રેસી માટે સૌથી મોટો ખતરો: પ્રધાનમંત્રી

 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધનનો જવાબ આપ્યો હતો. મોદીના નિશાના પર કોંગ્રેસ રહી હતી. મોદીએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે જેમણે દેશમાં ઈમર્જન્સી લગાવી હતી તેઓ લોકશાહીની ચર્ચા કરી રહ્યા છે. ઇમર્જન્સીમાં લોકશાહીનું ગળું દબાવવામાં આવ્યું હતું. જો કોંગ્રેસ ન હોત તો દેશ ઇમર્જન્સીથી કલંકિત ન થયો હોત. કોંગ્રેસ ન હોત તો જ્ઞાતિવાદનું અંતર ન હોત. જો કોંગ્રેસ ન હોત તો શીખોનો નરસંહાર થયો ન હોત.

મોદીએ પરિવારવાદના મુદ્દે પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતુું, ‘પરિવારવાદ લોકશાહી માટે સૌથી મોટો ખતરો છે’. મોદી આટલે જ અટક્યા ન હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસની વિચારસરણી પર અર્બન નક્સલીઓએ કબજો કરી લીધો છે. કોંગ્રેસની મુશ્કેલી એ છે કે તેણે ડાયનેસ્ટીથી આગળ કંઈપણ વિચાર્યું જ નથી. કોંગ્રેસ ન હોત તો રાજનીતિ પરિવારવાદથી મુક્ત હોત. કોંગ્રેસ ન હોત તો ભારત સ્વદેશી સંકલ્પના રસ્તા પર ચાલ્યુ હોત. જો કોંગ્રેસ ન હોત તો દાયકાઓ સુધી ભ્રષ્ટાચાર ફુલ્યો-ફાલ્યો ન હોત.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન અંગે આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. રાજ્યસભામાં તેમણે કહ્યું હતું કે જ્યારે કોરોના શ‚ થયો ત્યારે દરેકને શંકા હતી કે દેશ તેની સાથે કેવી રીતે લડશે, પરંતુ ૧૩૦ કરોડ લોકોએ તેની સામે મક્કમતાથી મુકાબલો કર્યો. તેમણે વેક્સિનેશનના આંકડાઓ પણ જણાવ્યા હતા.

આ કોરોનાયુગમાં દુનિયામાં દવાઓ પહોંચાડવાની વાત હોય કે પછી પર્યાવરણ સંરક્ષણની વાત હોય, ભારતના નેતૃત્વની દુનિયામાં ચર્ચા થઈ રહી છે. જ્યારે સંકટનો સમય આવે છે, પડકારો ઘણા હોય છે ત્યારે વિશ્ર્વની આખી શક્તિ પોતાના બચાવમાં વ્યસ્ત હોય છે.

પ્રધાનમંત્રીએ રાજ્યસભામાં પોતાના ભાષણની શ‚આત કોંગ્રેસનેતા મલ્લિકાર્જુન ખડગે અને આનંદ શર્મા પર પ્રહારો કરીને કરી હતી. તેમણે કહ્યું હતું કે ખડગેજીએ અમુક દેશ માટે, અમુક પાર્ટી માટે અને અમુક પોતાના માટે એમ ઘણી બાબતો કહી હતી. આનંદ શર્માજીએ પણ આવું કહ્યું હતું. તેમને સમયની થોડી મુશ્કેલી પડી, પણ તેમણે ઘણો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું હતું કે દેશની સિદ્ધિઓનો સ્વીકાર કરવો જોઈએ.

દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. છેલ્લાં ૭૫ વર્ષમાં ઘણા સ્તરે દેશના વિકાસને ગતિ આપવાની કોશિશ થઈ. આગામી ૨૫ વર્ષમાં આપણે દેશને કેવી રીતે આગળ લઈ જવા માગીએ છીએ તેના પર ફોકસ કરવું જોઈએ. રાષ્ટ્રપતિના સંબોધનમાં આ અંગે સંક્ષિપ્તમાં વાત કરવામાં આવી હતી. એમાં જે સા‚ં છે એને આગળ વધારવું અને જ્યાં નવી કોશિશ કરવાની જ‚ર છે એ કરવી જોઈએ.

જ્યારે દેશ આઝાદીનાં ૧૦૦ વર્ષ ઊજવશે ત્યારે આપણે દેશને ક્યાં પહોંચાડવાનો છે, કેવી રીતે પહોંચાડવાનો છે એ અંગે વિચાર કરવાનો આ ખૂબ મહત્ત્વપૂર્ણ સમય છે. આપણે બધા રાજનેતાઓએ પણ ૨૫ વર્ષમાં દેશનો વિકાસ કેવો થાય એના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

કોરોના સમગ્ર માનવજાત માટે ખતરો છે. જ્યારે મહામારી ફેલાઈ ત્યારે લોકો કહેતા હતા કે ભારત પર એની કેવી અસર થશે. ૧૩૦ કરોડ દેશવાસીઓની સંકલ્પશક્તિનું સામર્થ્ય છે કે આજે સમગ્ર વિશ્ર્વ ભારતના પ્રયાસોનાં વખાણ કરે છે.

કોરોનામાં ગરીબોના સશક્તિકરણ પર કામ કરવામાં આવ્યું હતું. ભારતે વેક્સિન બનાવવા અને વેક્સિનેશનના પ્રયાસ શ‚ કર્યા. આજે આપણે ૧૦૦ ટકા પ્રથમ ડોઝના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. આ ગૃહ તેના ફ્રન્ટલાઈન કાર્યકરોને ગર્વ સાથે અભિનંદન પાઠવે છે. કોરોનાના સમયમાં ૮૦ કરોડથી વધુ દેશવાસીઓ માટે મફત રાશનની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરીબોનો ચૂલો ક્યારેય બંધ ન કરીને ભારતે આખી દુનિયા સામે એક દાખલો બેસાડ્યો છે. આ એક મોટી સફળતા છે કે મહામારીની અડચણ પછી પણ અમે લાખો પરિવારોને ગરીબોને પાકાં મકાનો આપવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here