ઈમરાન  ખાનની પાર્ટી એક રીક્ષામાં સમેટાઈ ગઈઃ 26 વર્ષની મહેનત 26 મિનિટમાં બરબાદ

ઈસ્લામાબાદઃ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સામે જ્યારથી પાકિસ્તાનની સેનાએ લાલ આંખ કરી છે ત્યારથી ઈમરાનની પાર્ટી તહેરિક એ ઈન્સાફમાંથી એક પછી એક નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. પાકિસ્તાની સરકારમાં સામેલ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના નેતા મરિયમ નવાઝે ઈમરાન પર નિશાન સાધીને કહ્યુ છે કે, એવુ લાગે છે કે, ઈમરાન ખાનની આખી પાર્ટી માત્ર એક રીક્ષામાં આવી જશે. ઈમરાન ખાન હવે પોતાની પાર્ટીના એક માત્ર ઉમેદવાર રહ્યા છે. પંજાબ પ્રાંતમાં એક સંમેલનને સંબોધિત કરતા મરિયમ નવાઝે કહ્યુ હતુ કે, 26 વર્ષની મહેનત બાદ બનાવાયેલી પાર્ટી માત્ર 26 મિનિટમાં વિખેરાઈ ગઈ છે. નવ મેના રોજ પાકિસ્તાનમાં થયેલી હિંસાના માસ્ટર માઈન્ડ ઈમરાન ખાન છે. હવે તેમની એવી હાલત છે કે, વાતચીત કરવા માટે તેમને રીતસર આજીજી કરવાનો વારો આવ્યો છે. દેશના અસલી દુશ્મનોની ઓળખ નવ મેની હિંસા બાદ થઈ છે. મરિયમ નવાઝે ઈમરાન ખાન સામે આપેલુ નિવેદન એવા સમયે આવ્યુ છે કે જ્યારે ઈમરાન ખાનની પાર્ટીના 70 જેટલા નેતાઓ પાર્ટી સાથે છેડો ફાડી ચુકયા છે અને અન્ય પક્ષોમાં સામેલ થઈ ચુકયા છે અથવા તો રાજકારણ છોડવાની જાહેરાત કરી ચુકયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here