જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાઃ માઉન્ટ આબુમાં પારો એક ડિગ્રી

જમ્મુ-કાશ્મીરઃ રાજસ્થાનના માઉન્ટ આબુમાં પારો-એક ડિગ્રીએ પહોંચ્યો હતો. લગભગ ત્રણ ડિગ્રી સેલ્સિયસના ઘટાડાથી અહીં એકાએક ઠંડીનું જોર ફરી વળ્યું હતું. અહીં લઘુત્તમ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ હતું. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને બિહારમાં પણ ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશમાં વરસાદની આગાહી કરી છે, જયારે તમિલનાડુમાં વરસાદ પડી રહ્યો છે. દિલ્હીમાં પારો ૬.૫ નોંધાયો છે. જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાને થઇ છે. પર્યટન સ્થળ ગુલમર્ગમાં બરફની સફેદ ચાદર છવાઇ ગઇ છે. કોંગડોરી વિસ્તારમાં રવિવારો પારો-૪ ડિગ્રીએ પહોંચ્યો હતો. ગુલમર્ગ પહોંચેલા પ્રવાસીઓ સ્નો ફોલની મજા લેતા જોવા મળ્યા હતા જો કે, તેમનું કહેવું છે કે બરફવર્ષાને કારણે રસ્તાઓ બ્લોક થઇ ગયા છે, તેથી અમે બીજે કયાંય જઇ શકતા નથી. જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં હિમવર્ષાના કારણે રસ્તાઓ બંધ છે. વહીવટી તંત્ર ગુરેઝ ઘાટીમાં બરફ હટાવવામાં વ્યસ્ત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here