આતંકને પ્રત્સાહન આપતા પાકિસ્તાનમાં રાજકીય અનિશ્ચિતતાથી સ્થિતિ વણસી શકે

 

વોશિંગ્ટનઃ નાદાર થઇ રહેલા પાકિસ્તાનના લોકો પર મોંઘવારીની સાથે સાથે ત્રાસવાદનો બેવડો માર પડી રહ્ના છે. અમેરિકાના બ્યૂરો ઓફ કાઉન્ટરટેરેરિઝમના અહેવાલમાં દાવો કરાયો છે કે ત્રાસવાદને લઇને પાકિસ્તાનનું વલણ કઠોર હોવાના બદલે અસ્પષ્ટ થઇ રહ્નાં છે. આતંકની સામે તેનું વલણ હળવું રહ્નાં છે. પાકિસ્તાને નામપૂરતા દેખાવા માટે આતંકીઓની સામે ધીમી ગતિથી કાર્યવાહી કરી છે. તેના તરફથી ચલાવાઇ રહેલા અભિયાનની ગતિ સંતોષજનક નથી. આના કારણે વર્ષ ૨૦૨૦ની સરખામણીમાં ૨૦૨૧માં સામૂહિક હત્યાઓ અને આતંકી ઘટનાઓમાં વધારો થયો છે. પાકિસ્તાનમાં આજે હક્કાની નેટવર્ક, લશ્કર અને જૈશ-ઍ- મોહમ્મદ, તહરિકે-ઍ- તાલિબાન પાકિસ્તાન, બલુચિસ્તાન લિબરેશન આર્મી, અને આઇઍસઆઇઍસ જેવાં ખતરનાક સંગઠન પાકિસ્તાનમાં નેટવર્ક ધરાવે છે. રિપોર્ટ મુજબ આ આતંકી સંગઠનો સતત પાકિસ્તાનના લોકોને જ ટાર્ગેટ બનાવીને તેમની સામૂહિક હત્યાઓ કરી રહ્નાં છે. પાકિસ્તાનમાં જૈશના સંસ્થાપક મસૂદ અઝહર સામે દેખાવા પૂરતાં પગલાં લીધાં છે. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી ઓક્ટોબરમાં થવાની શક્યતા છે. દેશમાં જે રીતે રાજકીય અનિશ્ચિતતા છે, તે જોતાં આર્થિક સંકટ વધુ ઘેરૂં બની શકે છે. આ આશંકા ઍશિયા ઇલેક્શન આઉટલુક ૨૦૨૩માં વ્યક્ત કરાઇ છે. પાકિસ્તાન લોનની રકમ ચૂકવવામાં પણ નિષ્ફળ છે. ગંભીર આર્થિક સ્થિતિ અને વહેલીતકે ચૂંટણી થવાની સ્થિતિમાં ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરિક-ઍ-ઇન્સાફ સત્તામાં વાપસી કરી શકે છે.