પ્રતિભાશીલ ક્રિકેટર ક્રુણાલ પંડ્યાને વેસ્ટઈન્ડિઝ સામે થનારી ટી-20 મેચમાં સ્થાન મળે એવી પ્રબળ સંભાવના છે..

0
941
Bengaluru: Krunal Pandya celebrates fall of a wicket during an IPL 2017 match between Royal Challengers Bangalore and Mumbai Indians at M Chinnaswamy Stadium in Bengaluru on April 14, 2017. (Photo: IANS)​
IANS

ઈન્ડિયા વિરુધ્ધ વેસ્ટઈન્ડિઝ ટી-20 સિરિઝની પહેલી મેચ 4 નવેમ્બરે શરૂ થઈ રહી છે. જેમાં યુવા ક્રિકેટર ક્રુણાલ પંડ્યાનો સમાવેશ થાય તેવું માનવામાં આવી રહયું છે. ક્રુણાલ પંડયાની કારકિર્દી પર દ્રષ્ટિપાત કરીએ તો 43-એ મેચોમાં તેણે 1249 રન કર્યા છે અને 47 વિકેટ લીધી છે. ભારતનું લક્ષ્ય હવે ટેસ્ટ અને વન ડે  સિરિઝ પછી ટી-20 સિરિઝ પર કેન્દ્રિત થયું છે. હાર્દિક પંડયાએ 2016માં આંતરરાષ્ટ્રીટ મેચોમાં પ્રવેશ મેળવી લીધો હતો. એમના ભાઈ ક્રુણાલ પંડ્યાને બે વરસ બાદ આવો મોકો મળી શકે એવું ક્રિકેટના જાણકારો માની રહયા છે. ક્રુણાલને ઈંગ્લેન્ડ સામેની ટી-20 સિરિઝમાં શામેલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમને 11ખેલાડીઓમાં સ્થાન મળ્યું નહોતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here