આ હાલત માટે પાકિસ્તાન પોતે જ જવાબદાર છેઃ વિદેશ મંત્રી ઍસ. જય શંકર

 

નવી દિલ્હીઃ ઍક કાર્યક્રમને સંબોધતા વિદેશ મંત્રીઍ કહ્નાં હતું કે પાકિસ્તાનની આવી હાલત માટે તે પોતે જ જવાબદાર છે.  જો તમે ટેરરિઝમ ઇન્ડ્રસ્ટિ ચલાવશો તો આવી મોટી સમસ્યાઓ ચોક્કસ આવશે. જ્યાં સુધી તેમને મદદ કરવાની વાત છે તો આપણે પહેલા જોઈશું કે ભારતના લોકો તેમના વિશે શું વિચારે છે.

ઍશિયા ઇકોનોમિક ડાયલોગમાં પાકિસ્તાન સિવાય તમામ પાડોશી દેશોના પ્રતિનિધિમંડળ અને મંત્રીઓની ઉપસ્થિતિમાં વિદેશ મંત્રી જયશંકરે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે,  નાદારીની આરે ઉભેલા પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અને રાજનીતિ માટે તે પોતે જવાબદાર છે. જેના મૂળમાં આતંકવાદ હોય તે દેશ મુશ્કેલીઓ દૂર કરીને પ્રગતિ કરી શકે જ નહીં. 

આતંકવાદ ભારત-પાકિસ્તાનના સંબંધોમાં સૌથી મોટો અવરોધ છે. ભારત આ મુદ્દાને કેવી રીતે અવગણી શકે? જો પાકિસ્તાનમાં આતંકવાદ આ રીતે ચાલતો રહેશે તો તેની સમસ્યાઓનો અંત નહીં આવે. ભારત તેમને કેવી રીતે મદદ કરી શકે તે અંગે હું સ્પષ્ટ કરવા માગુ છું કે પહેલા મારે મારા દેશના લોકોની ભાવનાઓને સમજવી પડે. મારે સમજવું પડશે કે મારા દેશવાસીઓ પાકિસ્તાનને મદદ કરવા વિશે શું વિચારે છે. 

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે થોડા દિવસ પહેલા કહ્નાં હતું કે પાકિસ્તાન નાદાર થઈ ગયું છે. આપણે બધા ડિફોલ્ટર થઈ ગયેલા દેશમાં રહીઍ છીઍ. પાકિસ્તાનના આર્થિક સંકટ અંગે રક્ષા મંત્રીઍ ત્યાં સુધી કહ્નાં કે હવે ત્પ્જ્ પણ અમારી મદદ કરી શકશે નહીં. આપણે જાતે જ ઉકેલ શોધવાનો છે. રક્ષા મંત્રીઍ દેશની આર્થિક સ્થિતિ માટે રાજકારણીઓ અને નોકરશાહીને જવાબદાર ગણાવી હતી. પાકિસ્તાનના બંધારણનું પાલન કરવામાં આવ્યું નથી. આસિફે ઈમરાન ખાનની પૂર્વ સરકાર પર દેશમાં આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો હતો.

પાકિસ્તાન પહેલાથી જ ૯૦૦ અબજ ડોલરના દેવાનો સામનો કરી રહ્નાં છે. આવી સ્થિતિમાં જો પાકિસ્તાન સરકાર અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે કોઈ કડક નિર્ણય નહીં લે તો તેમાંથી બહાર આવવું ઘણું મુશ્કેલ બની જશે. આ સ્થિતિમાં પાકિસ્તાનના લોકો પાસેથી અલગ-અલગ ટેક્સ દ્વારા ૧૭૦ અબજ રૂપિયા ઍકત્રિત કરવાની સલાહ આપવામાં આવી છે. બીજી શરત ઍ છે કે પાકિસ્તાને તેની અર્થવ્યવસ્થા સુધારવા માટે માલના નિકાસ કરવા પર ટેક્સમાં છૂટ આપવી જોઈઍ. આ પછી દેશમાં ઉત્પાદિત સામાન અન્ય દેશોમાં જશે. તેથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા મજબૂત થશે. પાકિસ્તાન પાસે કોઈપણ સંજોગોમાં વિદેશી મુદ્રા ભંડોળમાં અમેરિકન ડોલરની અછત ન હોવી જોઈઍ. આ માટે સાઉદી અરેબિયા, ચીન અને શ્ખ્ચ્ની મદદ લેવા માટે દબાણ બનાવવામાં આવી રહ્નાં છે.

નાદારીની આરે ઊભેલા પાકિસ્તાનને બચાવવાનો છેલ્લો પ્રયાસ શરૂ થઈ ગયો છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે સરકારી ખર્ચમાં ધરખમ ઘટાડા સાથે જોડાયેલ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્નાં હતું કે હું અને બાકીના કેબિનેટ મંત્રીઓ પગાર નહીં લઈઍ. તમામ કેન્દ્રીય મંત્રીઓ તેમના ખિસ્સામાંથી વીજળી, પાણી, ગેસ અને ટેલિફોનનું બિલ ચૂકવશે. મંત્રીઓ પાસે રહેલી લક્ઝરી કારોની હરાજી કરવામાં આવશે. ખર્ચમાં ઘટાડો કરવા માટે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને નોકરશાહીને પણ અપીલ કરવામાં આવી છે. નવાઈની વાત ઍ છે કે દેશની રચના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી શરીફે લગભગ અડધો સમય દેશને ચલાવનાર શક્તિશાળી સેનાના બજેટ પર ઍક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી.