સુપ્રીમ કોર્ટનો અંતિમ આદેશઃ પ્રવાસી મજૂરોને ધર- વાપસી માટે સરકારે કરેલી વ્યવસ્થા ખામી ભરેલી હતી..

 

   પ્રવાસી મજૂરોની ઘર-વાપસી અને તમની પરેશાની – મુશ્કેલીને સમજીને આજે દેશની સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર તેમજ રાજ્યોને ખાસ આદેશ આપ્યા હતા. નામદાર અદાલતે જણાવ્યું હતું કેપ્રવાસી મજૂરોને તેમના વતનમાં મોકલવાની યોગ્ય વ્યવસ્થા કરવાની જવાબદારી સરકારની છે, તેમની પાસેથી ટ્રેન કે બસનું ભાડું નહી લેવાનો અદાલતે આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે એ વાતની નોંધ લીધી હતી કે, મજૂરોના રજિસ્ટ્રેશન, ટ્રાન્સપોર્ટેશન, અને તેમના ભોજનની- ખાવા- પીવાની સરકારી વ્યવસ્થામાં અનેક ખામીઓ હતી. સરકારેઆ મામલામાં ઘણી ભૂલો કરી હતી. જે પ્રવાસી મજૂરો પગપાળા જઈ રહ્યા છે તેમના રહેઠાણ અને ભોજનની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે. રેલવે સ્ટેશનો પર પ્રવાસી મજીરોના ભોજનનો પ્રબંધ રાજય સરકારે કરવો અને ટ્રેનની અંદર તેમના માટે ભોજનની વ્યવસ્થા રેલવેખાતુ કરે. રાજ્ય સરકારો પોતાના રાજ્યના મજૂરોનું ત્વરાથી રજિસ્ટ્રેશન કરે, તેમને ટ્રેન કે બસમાં ઘરે મોકલવાની વ્યવસ્થા કરે. મજૂરોએ પોતાનું રજિસ્ટ્રેશન કયાં કરાવવું તેમજ તેમને ભોજન કઈ જગાએથી મળશે, કોની પાસેથી મળશે – એ અંગેની તમામ માહિતી પ્રસારિત કરતાં રહે. પ્રવાસી મજૂરોના મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પાસેથી 28 માર્ચ સુધીમાં જવાબ માગ્યૌો હતો. હવે બીજી સુનાવણી 5 જૂને કરવામાં આવશે. સરકાર તરફથી  સોલી સીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, 27 દિવસની અંદર આશરે 91 લાખ પ્રવાસી મજૂરોને તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા. નામદાર અદાલતે સરકારને પૂછ્યું હતું કે તમામ મજૂરોને પેટ ભરીને ભોજન આપવામાં આવ્યું હતુંં ખરું? નામદાર અદાલતે જણાવ્યું હતુંકે, મજૂરોના મામલે અમે પરેશાન છીએ. તેમની તકલીફોની અમને જાણ છે ઘણા બધા -જરૂરતમંદ લોકોને ફાયદો મળ્યો નથી. સુપ્રીમ કોર્ટે ’ પ્રશ્ન કર્યો હતો કે, શું પ્રવાસીઓ પાસેથી ટિકિટના પૈસા લેવામાં આવ્યા હતા.? હવે તેમને ટિકિટની રકમ કેવી રીતે પરત કરાશે..સોલીસીટર જનરલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્યની સરકારો સાથે કો- ઓર્ડિનેટ કરીને સ્પેશ્યલ-ટ્રેન તેમજ બસ- સેવાથી તેમને પરત મોકલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here