તાજમહાલ અમારો છે- અમે એના  માલિક છીએ – સુન્ની વકફ બોર્ડનો દાવો

0
1027

 

Reuters

તાજેતરમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરાયેલી પિટિશનની સુનાવણીમાે એક રસપ્રદ અને આશ્ચર્યજનક વાત જાણમાં આવી હતી. 2005માં ઉત્તરપ્રદેશના સુન્ની વકફ બોર્ડે તાજમહાલ પર બોર્ડની માલિકી હોવાનો દાવો કર્યો હતો. જેને એએસઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને પડકાર્યો હતો. ઉપરોક્ત બોર્ડે તાજમહેલને વકફ બોર્ડની સંપત્તિ તરીકે ઘોષિત કર્યો હતો.સુનાવણી દરમિયાન અદાલતે જણાવ્યું હતું કે, મુગલકાળના અંત થવાની સાથે  જ તાજમહાલ સહિત અન્ય ઐતિહાસિક ઈમારતો અંગ્રેજોના કબજામાં આવી હતી. ભારત આઝાદ થયા બાદ તાજમહાલન ભારત સરકાર હસ્તક છે અને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા તેની દેખરેખ રાખી રહ્યું છે. બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, મુગલ બાદશાહ શાહજહાએ સુન્નીઓના પક્ષમાં તાજમહાલનું વકફનામું તૈયાર કરાવ્યું હતું. આથી અદાલતની બેન્ચે તરત જ કહ્યું હતું કે, તમે અમને શાહજહાના હસ્તાક્ષર કરેલું વકફનામું બતાવો.

   સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ભારતમાં આ વાત કોણ માનશે કે તાજમહાલ સુન્ની વકફ બોર્ડની સંપત્તિ છે. અદાલતે ટકોર કરી હતી કે, આ પ્રકારના કેસ અદાલતમાં લાવીને અમારો સમય વેડફશો નહિ.