કોરોનાઃ આખરે ઝુકવા મજબુર થયો ડ્રેગન, WHO આ વાતથી સંમત છે ચીન
બેજિંગઃ અત્યાર સુધીમાં કોવિડ-૧૯ રોગચાળાને લઇને કોઈપણ પ્રકારની તપાસ કરવાનો ઇનકાર કરનાર ચીન આખરે ઝૂકી ગયું છે. તેણે શુક્રવારે કહ્યું હતું કે તેઓ વર્લ્ડ હેલ્થ સંગઠન હેઠળ (WHO)ની એક પેનલ પાસેથી ખુલ્લા, પારદર્શક અને સમાવિષ્ટ તપાસ કરવા તૈયાર છે. તે કોરોનો વાઇરસ રોગચાળાના વૈશ્વિક પ્રતિક્રિયાને લઇને સમીક્ષા કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું, રોગચાળાના અંત પછી, સમીક્ષા યોગ્ય સમયે પારદર્શક અને સમાવિષ્ટ રીતે થવી જોઈએ.
હુઆએ કહ્યું કે આ સમીક્ષા ષ્ણ્બ્ના ચીફ ટેડ્રોસ એડહોમ ઘેબ્રેયસના નેતૃત્વમાં થવી જોઈએ. કોવિડ-૧૯ની ઉત્પત્તિની પારદર્શક તપાસ કરવા માટે ચીન પર વૈશ્વિક દબાણ છે, કેમ કે વાઇરસ વૈશ્વિક રોગચાળો બની ગયો છે, જેના કારણે યુએસ સહિત ઘણા યુરોપિયન દેશોમાં ૨૦ મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. આ વાઇરસે વિશ્વમાં સૌથી વધુ વિનાશ અમેરિકામાં સર્જ્યો છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે વારંવાર તેને ‘વુહાન વાઇરસ’ ગણાવી તપાસની માંગ કરી છે અને આરોપ લગાવયા છે કે WHO ‘ચીનને લઇ પક્ષપાતી’ છે. તેમણે કહ્યું છે કે આ વાઇરસની ઉત્પત્તિ વુહાનની પ્રયોગશાળામાંથી થઈ છે, જેને યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પીઓ દ્વારા ફરીવાર કહેવામાં આવ્યું હતું. જોકે, ચીને આ આરોપને એકદમ નકાર્યો છે.
ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે અને જર્મનીએ પણ વાઇરસની સ્વતંત્ર તપાસ માટે માગ કરી છે, કારણ કે ઘણા નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે કે, ષ્ણ્બ્ના ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ચીન દ્વારા તેની જાણકારી આપ્યાથી પહેલા આ વાઇરસ પેદા થયો હતો.
આ વાઇરસથી ચીનમાં ૮૨,૮૮૬ લોકો સંક્રમિત થયા અને ૪,૬૩૩ લોકો માર્યા ગયા હતા. જ્યારે વૈશ્વિક મૃત્યુની સંખ્યા ૨,૬૯,૫૮૪ કરતાં વધી ગઈ છે અને ૩૮ લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. તે જ સમયે, યુનાઇટેડ સ્ટેટ્સમાં ૭૫,૦૦૦થી વધુ લોકો આ વાઇરસને કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here