બોરીસ જોન્સનનો પાર્ટીગેટનો નવો વિવાદ સ્કોટલેન્ડ યાર્ડે તપાસ શરૂ કરી

 

લંડન: બ્રિટનના સંઘર્ષ કરી રહેલા વડાપ્રધાન બોરિસ જોન્સન પાર્ટી ગેટ કૌભાંડમાં નવા આરોપોનો સામનો કરી રહ્યા છે. તેમા તેમના ૫૬માં જન્મદિવસની સરપ્રાઇઝ બર્થ-ડે પાર્ટીની વાત ઉભરી આવી છે. આ પાર્ટી જુન ૨૦૨૦માં કોવિડનું પહેલું લોકડાઉન હતું ત્યારે યોજવામાં આવી હતી. આ કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું છે, જ્યારે આંતરિક કેબિનેટ ઇન્ક્વાયરી રિપોર્ટ આ સપ્તાહે આવે તેમ મનાય છે. 

સ્કોટલેન્ડ યાર્ડે તે વાતને સમર્થન આપ્યું છે કે  વડાપ્રધાન બોરિસ જોન્સનની ઓફિસ દસ ડાઉનિંગ સ્ટ્રીટમાં લોકડાઉન દરમિયાન થયેલી કથિત પાર્ટી અંગે મેટ્રોપોલિટન પોલીસ તપાસ કરશે.

મેટ પોલીસ કમિશનર ડેમ ક્રેસિડા ડિકે લંડન  એસેમ્બલી પોલીસ અને મેયરની લંડન ઓફિસની ક્રાઇમ કમિટીને જણાવ્યું હતું કે કેબિનેટ ઓફિસ ઇન્કવાયરી ટીમ દ્વારા પૂરા પાડવામાં આવેલા રિઝલ્ટ અને બીજા  ઓફિસરોની પોતાની સમીક્ષા તે વાતને સમર્થન આપે છે કે મેટ ડાઉનિંગ સ્ટ્રીટ અને વ્હાઇટહોલમાં છેલ્લા બે વર્ષમાં બનેલી બધી જ ઘટનાની ચકાસણી કરી રહ્યું છે. 

તેમણે જણાવ્યું હતું કે અમે તપાસ કરી રહ્યા છે તેનો અર્થ એવો થતો નથી કે દરેક ઘટના માટે અને દરેક વ્યક્તિનેે ફિકસ્ડ પેનલ્ટી નોટિસ જારી કરવામાં આવે. અમે અમારી વર્તમાન તપાસ અંગે કંઈ રનિંગ કોમેન્ટરી પણ આપવાના નથી. પરંતુ હું ખાતરી આપું છું કે અમે મહત્ત્વના મુદ્દાઓ અંગે અપડેટ્સ આપીશું.

અગાઉ ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે ૧૯ જુન ૨૦૨૦ના રોજ ૫૬ વર્ષના થયેલા બોરિસ જોન્સન તેમના સ્ટાફ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવા યોજાયેલી ઇવેન્ટમાં દસ મિનિટથી પણ ઓછો સમય હાજર રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન કોરોનાના લીધે લોકડાઉન હતુ અને બે લોકોથી વધુને ભેગા થવા પર પ્રતિબંધ હતો. પણ આઇટીવી ન્યુઝે જણાવ્યું હતું કે આ પાર્ટીમાં ૩૦ લોકો હાજર હતા, હેપી બર્થ-ડે ગાયુ હતુ અને કેક સર્વ કરી હતી. આ ઘટના ડાઉનિંગ સ્ટ્રીટના કેબિનેટ ‚મમાં બપોરે બે વાગે બની હતી. જોન્સ અને તેની પત્ની કેરી સાયમંડ્સને સરપ્રાઇઝ આપવા આ પાર્ટીનું આયોજન કરાયું હતું. તે હર્ટફોર્ડશેરના સત્તાવાર પ્રવાસેથી પરત ફર્યા બાદ આ પાર્ટીનું આયોજન થયું હતું.

નંબર દસ ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‚મ નંબર દસમાં કામ કરતા સ્ટાફનું ગુ્રપ વડાપ્રધાનને મળ્યું હતું અને તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. આ આખી પ્રવૃત્તિ દસ મિનિટથી પણ ઓછા સમયગાળાની હતી. આને પાર્ટી કઈ રીતે કહી શકાય. 

આઇટીવીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ જ દિવસે સાંજે વડાપ્રધાનના સત્તાવાર નિવાસ્થાને તેમના કુટુંબીઓ અને મિત્રો આવ્યા હતા, જે કાયદાનો ભંગ હતો. જો કે દસ નંબરે તેને નકારતા દાવો કર્યો છે કે આ વાત સદંતર ખોટી છે. તે સમયના નિયમોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને તે દિવસે સાંજે કુટુંબીઓને પણ નાની સંખ્યામાં બોલાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here