9 ઓગસ્ટના રાજ્યસભાના ઉપ- સભાપતિ પદની ચૂંટણી:  ભાજપ અને વિપક્ષો વચ્ચે રસાકસી ..

0
854

આગામી 9 ઓગસ્ટના રાજયસભાના ઉપસભાપતિ પદ માટેની ચૂંટણી યોજાશે એવી જાહેરાત રાજયસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ કરી હતી. ચોમાસુ સત્ર પૂરું થાય તેના એક દિવસ અગાઉ રાજયસભાના સભાપતિની ચૂંટણી યોજાઈ જશે. અને નવા ઉપ-સભાપતિની વરણી થઈ જશે. ભાજપ તરફથી મળેલા અહેવાલ અનુસાર, પ્રસન્ના આચાર્યને ઉપસભાપતિપદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઊતારવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. ભાજપને રોકલા માટે કોંગ્રેસ અને અન્ય વિપક્ષો મળીને એક  સર્વસંમત ઉમેદવારની પસંદગી કરવા માટે પરસ્પર ચર્ચા- વિચારણા કરી રહ્યા છે. રાજયસભામાં હાલ 245 સભ્યો છે, જેથી ઉપસભાપતિની ચૂંટણી જીતવા માટે 122 સભ્યોના સમર્થનની આવશ્યકતા રહેશે. ભાજપના નેતૃત્વવાળા એનડીએ પાસે 105 સભ્યો છે અને બાકીના 6 અપક્ષ સભ્ય છે. જયારે ભાજપના અગ્રણીઓ એવી ધારણા રાખી રહ્યા છે કે, તેમના પક્ષના ઉમેદવારને અન્ય સાંસદોનું સમર્થન પ્રાપ્ત થશે. જોકે કોંગ્રેસને દક્ષિણ ભારતની બન્ને પ્રાદેશિક પાર્ટીઓ પાસેથી ટેકો મળવાની આશા છે. બીજેડીના અધ્યક્ષ નવીન પટનાયક જો કોંગ્રેસની સાથે વિપક્ષના ટેકો આપસે તો માનવામાં આવે છેકેો વિપક્ષ સહેલાઈથી 122 સભ્યોનું સમર્થન મેળવીને રાજયસભાના ઉપસભાપતિ પદને હાંસલ કરી લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here