પ્રધાનમંત્રી મોદી પાસે ૨.૨૩ કરોડની સંપત્તિ: એક વર્ષમાં ૨૬ લાખ વધી

 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે રૂ. ૨.૨૩ કરોડની સંપત્તિ છે. તેમાંથી મોટાભાગની રકમ બેન્કમાં ડિપોઝીટ છે. પ્રધાનમંત્રી પાસે હવે કોઇ સ્થાવર મિલકત નથી, કારણ કે તેમણે ગુજરાતમાં ગાંધીનગરમાં આવેલી પોતાની જમીનમાંથી અમુક હિસ્સો દાન કરી દીધો છે. તે જમીન તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતાાત્યારે ખરીદી હતી. આ જાણકારી વડાપ્રધાન કાર્યાલયની વેબસાઇટ પર પ્રધાનમંત્રીની સંપત્તિની જાહેરાત પછી સામે આવી હતી. આ જાણકારી પ્રમાણે ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીમાં તેમની કુલ સંપત્તિ રૂ. બે કરોડ ૨૩ લાખ ૮૨ હજાર ૫૦૪ હતી. તો મોદીની કુલ સંપત્તિમાં ગત વર્ષની તુલનાએ રૂ. ૨૬.૧૩ લાખનો વધારો થયો છે.