કેન્દ્રએ કર્ણાટક સાથે સંયુક્ત એકશન ટીમ બનાવી, ત્રણ મોરચે PFIની તપાસ કરશે 

 

કર્ણાટક: પીએફઆઇ (Private Finance Initiative)ના નેટવર્કનું મેપિંગની શરૂઆત કર્ણાટકથી થશે, અને દેશના તે તમામ વિસ્તારો માટે એક નકશો તૈયાર કરવામાં આવશે જયાં પીએફઆઇ સાથે સંકળાયેલ કોઈ રહે છે. પીએફઆઇના ભંડોળના સ્ત્રોતો શોધવા માટે તેને લગતા તમામ દસ્તાવેજો પણ એકત્રિત કરશે. સંયુકત ટીમ એ તમામ રમખાણો કે ઘટનાઓની ફરી મુલાકાત કરશે. જેમાં પીએફઆઇનું નામ આવ્યું હતું. કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા કાર્યવાહી થઇ શકે છે. કર્ણાટકમાં આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચ સુધીમાં ચૂંટણી યોજાય તેવી શકયતા છે. એકશન પ્લાન તૈયાર કરતી વખતે આ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા પીએફઆઇ સામે કોઇ મોટી કાર્યવાહી થઇ શકે છે. પીએફઆઇ કયા રાજયોમાં પ્રતિબંધિત છે? પીએફઆઇના રાષ્ટ્રીય મહાસચિવ અનીસ અહેમદના જણાવ્યા અનુસાર, પીએફઆઇ હાલમાં માત્ર ઝારખંડમાં પ્રતિબંધિત છે. જેની સાથે પીએફઆઇએ પણ કોર્ટમાં અપીલ કરી છે. અગાઉ પણ અમારા પર પ્રતિબંધ હતો, પરંતુ રાંચી હાઇકોર્ટે પ્રતિબંધ હટાવી લીધો હતો. આ પ્રતિબંધ પણ ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે. 

ગૃહમંત્રી અમિત શાહ એક કાર્યક્રમમાં ભાગ લેવા બેંગલુરૂ પહોંચ્યા હતા. કાર્યક્રમ બાદ અમિત શાહ, કર્ણાટકના બસવરાજ બોમાઇ અને રાજયના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્ર વચ્ચે બેઠક થઇ હતી. આ બેઠકમાં PFI નાબૂદ કરવા માટે સંયુકત કાર્ય યોજના તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ૩ દિવસ પછી એટલે કે ૭મી ઓગસ્ટે યોજના પર કામ કરવા માટે ટીમની રચના પણ કરવામાં આવી હતી. એકશન ટીમમાં દિલ્હી અને કર્ણાટકના કેટલાક ઉચ્ચ અધિકારીઓ તેમજ ઇન્ટેલિજન્સ વિભાગના લોકો સામેલ છે. કેન્દ્ર સકારના દેશભરના એવા અધિકારીઓની યાદી પણ તૈયાર કરી રહી છે જે ભૂતકાળમાં આવા સંવેદનશીલ મામલાઓની તપાસમાં સામેલ થયા છે. આ ટીમ માત્ર કર્ણાટકમાં જ નહીં પરંતુ દેશના તમામ ભાગોમાં PFI સામે આવા નક્કર દસ્તાવેજો એકત્ર કરવાનું છે, જે માત્ર રાષ્ટ્રીય જ નહી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની ખરાબ મનસૂબાઓ સામે પુરાવા એકત્રિત કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here