આવતી કાલે 9 નવેમ્બરના આવી રહ્યો છે અયોધ્યા રામ-મંદિર વિવાદ કેસ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો – દરેક રાજ્યને સાવધાન રહેવાની સૂચના – ઉત્તર પ્રદેશમાં સઘન સુરક્ષા વ્યવસ્થા-અયોધ્યાની આસપાસ સુરક્ષાદળો ગોઠવવામાં આવ્યાં – ઉત્તરપ્રદેશના અન્ય જિલ્લાઓમાં કડક સલામતી અને પોલીસ બંદોબસ્ત

0
1522

સર્વોચ્ચ અદાલતની પાંચ જજની બનેલી બંધારણીય બેન્ચે ( સંવિધાન ખંડપીઠ) કુલ 40 દિવસ સુધી જે કેસની સુનાવણી સાંભળી હતી. બન્ને પક્ષના વકીલો તેમજ અરજદારોની રજૂઆતો સાંભળી હતી. એ બહુ વિવાદાસ્પદ અને ચર્ચિત બનેલા રામ- જન્મભૂમિ વિવાદ કેસનો ચુકાદો આવતીકાલે 9 નવેમ્બરના સુપ્રીમ કોર્ટ જાહેર કરશે. આ અતિ સંવેદનશીલ મુદો્ હોવાને કારણે દેશનું શાસનતંત્ર અગાઉથી જ અગમચેતી વાપરીને સલામતી અને જન- સુરક્ષાની વ્યવસ્થા માટે સાબદું બન્યું છે. ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું છેકે, અયોધ્યા રામ- મંદિરનો ચુકાદો કોઈની પણ તરફેણમાં આવે, દેશની પ્રજા પરસ્પર શાંતિ અને સદ્ભાવ બનાવી રાખે એ જરૂરી છે. આ કોઈની હાર કે જીતનો મુદો્ નથી. સર્વોચ્ચ અદાલત જે પણ ચુકાદો આપે , એનો બધાએ શાંતિ અને સદભાવની સાથે સ્વીકાર કરવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here