રૂપિયો નબળો નથી પડ્યો, ડોલર મજબૂત થયો છેઃ નાણામંત્રી

 

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ કહેવા માંગે છે કે ભારતીય રૂપિયો અન્ય દેશોના ચલણની સરખામણીમાં વધુ નબળો પડી રહ્ના નથી. જો આપણે આંકડાઓ પર નજર કરીઍ તો, યુરો, બ્રિટિશ પાઉન્ડ, ઓસ્ટ્રેલિયન ડોલર, કેનેડિયન ડોલર, સિંગાપોર ડોલર, સ્વિસ, મલેશિયન અને ચાઇનીઝ કરન્સી ભૂતકાળમાં ભારત સામે વધુ નબળી પડી છે. ઍટલું જ નહીં, પાઉન્ડ, યુરો અને અન્ય મોટા દેશોના ચલણ સામે ભારતીય રૂપિયો પણ મજબૂત થયો છે. આ ઍક સકારાત્મક સંદેશ છે. જો ડોલર સામે રૂપિયો નબળો પડવાની વાત છે તો અત્યારે દુનિયામાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. પહેલા કોરોના અને પછી રશિયા-યુક્રેન યુદ્ઘે ઘણું નુકસાન કર્યુ. ભારતીય રૂપિયાની ઘટતી કિંમતને લઇને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન ચર્ચાનો વિષય બનેલું છે. વાસ્તવમાં, તેમણે ડોલરની મજબૂતી માટે રૂપિયાના અવમૂલ્યનને જવાબદાર ગણાવ્યું છે. 

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે અમેરિકામાં ડોલરની તુલનામાં સતત નબળા થઇ રહેલા રૂપિયા પર નિવેદન આપ્યું હતું. નિર્માલા સીતારમણે કહ્નાં કે રૂપિયો નબળો નથી રહ્ના, પરંતુ ડોલર મજબૂત થઇ રહ્ના છે. ઍટલું જ નહી, તેમણે ઍમ પણ કહ્નાં છે કે રૂપિયાઍ અન્ય ઊભરતાં બજારોની કરન્સી કરતાં ઘણું સારૂં પ્રદર્શન કર્યુ છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠકમાં હાજરી આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા નાણામંત્રીઍ કહ્નાં કે ભારતીય અર્થતંત્રના ફંડામેન્ટલ્સ મજબૂત છે અને ફુગાવો વિશ્વના અન્ય ભાગોની સરખામણીમાં ઓછો છે. જયારે તેમને રૂપિયો નબળો પડવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્નાં, સૌથી પ્રથમ તો, હું તેને રૂપિયાના અવમૂલ્યન તરીકે જોતી નથી. હું તેને ડોલરના સતત મજબૂત થવાના રૂપમાં જોઉં છું, ડોલર મજબૂત થઇ રહ્ના છે. વિશ્વભરની અન્ય તમામ કરન્સી ડોલર સામે પ્રદર્શન કરી રહી છે. સીતારમણે કહ્નાં, ભારતીય રૂપિયાને કદાચ આ ડોલરની મજબૂતાઇનો સામનો કરવો પડયો છે, ત્યાં વિનિમય દર ડોલરની મજબૂતાઇની તરફેણમાં છે અને મને લાગે છે કે ભારતીય રૂપિયાઍ અન્ય ઘણા ઉભરતા બજાર ચલણો સામે સારૂં પ્રદર્શન કર્યુ છે. અમેરિકન ડોલર સામે રૂપિયો ૮૨.૩૫ના સ્તર પર બંધ થયો હતો. તે ૮૨.૬૮ની બીજી રેકોર્ડની નીચી સપાટીઍ પહોંચ્યું હતું, જે પછી ભારતીય રિઝર્વ બેંક હસ્તક્ષેપ કરે તેવી શકયતા છે. કેટલાક વિશ્લેષકો માને છે કે સેન્ટ્રલ બેંકે રૂપિયાને બચાવવા માટે ગયા વર્ષ લગભગ ૧૦૦ બિલિયન ખર્ચ કર્યા કરે. ભારતનું વિદેશી હૂંડિયામણ અનામત ૭ ઓકટોબર સુધીમાં ૮૭ બિલિયન હતું. જે ઍક વર્ષ અગાઉ ૪૫ બિલિયન હતું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને સીતારમણે અગાઉ વિદેશી મુદ્રા ભંડારમાં થયેલા ઘટાડાનું કારણ યુઍસ ડોલરની મજબૂતીથી ઉદ્ભવતા વેલ્યુઍશન ફેરફારોને આભારી છે. દેશ ઍક ડોલરની કિંમત ભારત ૮૨.૩૨ ભારતીય રૂપિયા પાકિસ્તાન ૨૧૮.૧૪ પાક. રૂપિયા શ્રીલંકા ૩૬૫.૧૧ શ્રીલંકન રૂપિયા ચીન ૭.૧૮ ચીની યુઆન નેપાલ ૧૩૧.૭૪ નેપાલી રૂપિયા બાંગ્લાદેશ ૧૦૪.૮૬ બાંગ્લા. રૂપિયા મ્યાનમાર ૨,૦૯૫.૮૧ બર્મી કયાત્સો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here