ગુજરાત ટાઇમ્સ 19 વરસની મજલ સફળતાપૂર્વક પૂર્ણ કરીને 20મા વરસમાં ગૌરવભેર પ્રવેશી રહયું છે

1
1119

 

પ્રિય વાચકમિત્રો

આ અંકથી આપણું સૌનું માનીતું અખબાર ગુજરાત ટાઇમ્સ 19 વરસની મજલ સફળતાપૂર્વક પૂર્ણ કરીને 20મા વરસમાં ગૌરવભેર પ્રવેશી રહયું છે. અમેરિકાના વિવિધ રાજયોમાં વસતા ગુજરાતી સમુદાયને ગુજરાત સહિત સમસ્ત ભારતના અને અમેરિકાની રાજકીય, સામાજીક અને સાંસ્કૃતિક ઘટનાઓના સમાચાર મળે અને સાથે સાથે સત્વશીલ રસભરી વાંચનસામગ્રી મળે તે ગુજરાત ટાઇમ્સનો ઉદેશ્ય છે. ગુજરાત ટાઇમ્સ સર્વધર્મસમભાવ ધરાવતું માનવતાવાદી અભિગમવાળું નિરપેક્ષ અખબાર છે. અમેરિકામાં ગુજરાતી ભાષાનાં જતન અને સંવર્ધન માટે અમારું અખબાર પ્રતિબધ્ધ છે. ગુજરાતી સાહિત્ય,કલા, સંસ્કૃતિ અને સંસ્કાર-રીતિને અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાય સુધી પહોંચાડવા માટે ગુજરાત ટાઇમ્સ સાપ્તાહિક સેતુ બની રહયું છે. છેલ્લા બે દાયકાથી અમને આપ સૌ શુભેચ્છકોનો, જાહેરખબરદાતાઓ અને વાચકોનો સાથ સહકાર સતત મળતો રહયો છે.
અમે આપ સૌનો હ્રદયપૂર્વક આભાર માનીએ છીએ. આપ સૌનો સ્નેહ અને સાથ ગુજરાત ટાઇમ્સને હંમેશા મળતો રહેશે એવી શ્રધ્ધા સાથે આપ સૌને સુખમય જીવનની શુભકામના પાઠવું છું.
પદ્મશ્રી ડૉ સુધીર પરીખ
ચેરમેન- પ્રકાશક ગુજરાત ટાઇમ્સ
પરીખ વર્ર્લ્ડ વાઇડ મિડિયા

1 COMMENT

  1. હુ નરેશ અંતાણી કચ્છ ભુજમાં રહુ છુ. ગુજરાત અને કચ્છના ઇતિહાસ સંશોધન કાર્ય કરું છુ. વ્યવસાયે પત્રકાર છુ. ઇતિહાસ પુરાતત્વ ના દશ પુસ્તકો પ્રકાશિત થયા છે.
    ગુજરાતના ઐતિહાસિક સ્થાપત્યો વિશે આપના સામયિકમાં તસવીર સાથે લખવા ઇચ્છુ છુ. ગુજરાતના 125 સ્થાપત્યો પર કામ કર્યુ છે. આપ કહો તો તસવીર સાથે મોકલાવું
    નરેશ અંતાણી. ભુજ
    મો. 9998220478

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here