US બીજુ વુહાન બનવા જઈ રહ્યું છે, ૨૪ જ કલાકમાં ૧૫૦નાં મોતઃ WHO

 

વોશિંગ્ટનઃ મંગળવારે વિશ્વ આરોગ્ય સંસ્થા (ષ્ણ્બ્)એ એવી શંકા વ્યક્ત કરી હતી કે હવે અમેરિકા કોરોના વાઇરસનું નવું એપી સેન્ટર બને તેવી શક્યતા છે. અમેરિકામાં કોરોનાના નવા દર્દી અને મોતનો આંકડો વધતો જાય છે.

ષ્ણ્બ્ના પ્રવક્તા માર્ગેટ હૈરિસે મંગળવારે કહ્યું હતું કે અમેરિકામાં કોરોના વાઈરસનું સંક્રમણ ખૂબજ ઝડપી ગતિએ વધુ રહ્યું છે. દેશમાં પ્રથમ કેસ ૨૧ જાન્યુઆરીએ સામે આવ્યો હતો અને અત્યાર સુધીમાં ૭૮૨ લોકોનાં મોત થયા છે અને કુલ ૫૪૮૬૭ કેસ પોઝિટિવ છે. અમેરિકામાં મંગળવારે એક જ દિવસમાં કોરોના સંક્રમિત લોકોના ૧૦,૦૦૦ કેસ સામે આવ્યા છે. તો માત્ર ૨૪ જ કલાકમાં ૧૫૦ લોકોનાં મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો છે. ષ્ણ્બ્એ કહ્યું હતું કે અમેરિકા ઈટાલીની જેમ મહામારીનું કેન્દ્ર બની શકે છે. 

ન્યુ યોર્કના મેયર એન્ડ્રયુ કોમોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, ન્યુ યોર્કમાં કોરોનાના કેસ બુલેટની ગતિએ વધતા જાય છે. અમારે જેટલા વેન્ટિલેટર જોઈએ છે તેના કરતા ઘણા ઓછા છે. એકલા ન્યુ યોર્કમાં જ કોરોનાના ૨૫,૬૬૫ કેસ નોંધાયા છે જેમાં ૨૪ કલાકમાં ૪૦૦૦ કેસ ઉમેરાયા છે. ન્યુ યોર્કમાં અત્યાર સુધી કોરોનાથી ૨૭૧નાં મોત થયા છે જેમાંથી છેલ્લા ૨૪ કલાકમાં ૮૩નાં મોત થયા છે. સમગ્ર અમેરિકામાં ૫૩,૬૬૬ કોરોના કેસ નોંધાયા છે, અને કુલ મૃત્યુનો આંકડો ૮૦૩ થયો છેે.   

એક રિપોર્ટ મુજબ ૪ માર્ચથી સંક્રમણના કેસ ૨૩%ના દરે વધ્યા છે. ૧૮થી ૧૯ માર્ચ સુધી અમેરિકામાં સંક્રમણના કેસમાં એક દિવસમાં ૫૧ ટકાની વૃદ્ધિ થઈ છે. પ્રશાંત મહાસાગરમાં તૈનાત અમેરિકાના યુદ્ધ જહાજમાં ત્રણ સૈનિકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમની સાથે રહેલા એક સૈનિકને આઈસોલેશનમાં રખાયો છે. આ જહાજ ઉપર પાંચ હજાર નાવીકોનું દળ છે. કોરોના વાઈરસથી અમેરિકાને ભારે નુકસાન થયું છે. તેને પહોંચી વળવા માટે અમેરિકન સેનેટે બે ટ્રિલિયન ડોલરનું રાહત પેકેજ પાસ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here