ચારધામની યાત્રા માટે સરકારીતંત્રએ જાહેર કર્યો પ્લાન

 

દહેરાદૂન: ચારધામ યાત્રા ૨૦૨૩માં એપ્રિલ મહિનાથી શ‚ થઈ રહી છે. જેને લઈને સરકારી તંત્રએ પોતાની તૈયારીઓ શ‚ કરી દીધી છે. ચારધામ યાત્રા દરમિયાન જોશીમઠમાં યાત્રા વાહનોની અવરજવર પહેલાની જેમ કરવામાં આવશે. પોલીસ તરફથી ટ્રાફિક પ્લાન હેઠળ યાત્રા વાહનોને મારવાડી ચોકથી નૃસિંહ મંદિર થતા બદરીનાથ ધામ માટે રવાના કરવામાં આવશે જ્યારે પેટ્રોલ પંપથી મુખ્ય બજાર થતા વાહનોની નિકાસી કરવામાં આવશે. લોકલ વાહનોને પણ આ ટ્રાફિક પ્લાનથી પસાર થવુ પડશે. 

જોશીમઠમાં થઈ રહેલા ભૂસ્ખલનના કારણે બદરીનાથ હાઈવેમાં ઘણી જગ્યાએ તિરાડો પડવાથી આ હાઈવે તંગ હાલતમાં પહોંચી ગયો છે. સિંહધારમાં માઉન્ટ વ્યૂ અને મલારી ઈન હોટલના ડિસ્મેન્ટલ કાર્યથી હાઈવેની સ્થિતિ જોખમી બની ગઈ છે. અહીં હાઈવે લગભગ ૨૦ મીટર સુધી ભૂસ્ખલનની ચપેટમાં છે. છેલ્લા એક મહિનાથી નાના-મોટા વાહનોની અવર-જવર પણ ઔલી માર્ગ પરથી કરવામાં આવી રહી છે. ચારધામ યાત્રાના નજીક આવવાની સ્થિતિને જોતા યાત્રા વાહનોની અવર-જવર માટે વૈકલ્પિક માર્ગની તપાસ કરવામાં આવી રહી હતી. 

પોલીસ તંત્ર તરફથી સરહદ માર્ગ સંગઠન (બીઆરઓ) અને લોક નિર્માણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને જૂના ટ્રાફિક પ્લાનને જ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. પીપલકોટી, ગ્ય્બ્ કમાન્ડિગ ઓફિસરે કહ્યુ કે ચારધામ યાત્રા શ‚ થવા પહેલા મલારી ઈન અને માઉન્ટ વ્યૂ હોટલથી જોશીમઠ નગરના બદરીનાથ સ્ટેન્ડ સુધી હાઈવેનું ડામરીકરણ કાર્ય કરવામાં આવશે. હોટલોનું ધ્વસ્તીકરણનું કાર્ય પૂ‚ થવાના ઝડપી બાદ હાઈવેનું સુધારીકરણ કાર્ય શ‚ કરવામાં આવશે. પેટ્રોલ પંપથી જેપી કોલોની અને મારવાડી બ્રિજ સુધી હાઈવેનું સમારકામ યાત્રા શ‚ થયા પહેલા પૂ‚ કરી લેવામાં આવશે.

ગોપેશ્ર્વર, ચમોલીના જાહેર બાંધકામ વિભાગ, પ્રાંતીય વિભાગના અધિકારીએ જણાવ્યુ કે જોશીમઠના મારવાડી ત્રણ રસ્તેથી સિંહધાર, નૃસિંહ મંદિર થતા પેટ્રોલ પંપ સુધી હાઈવેનું સુધારણા કાર્ય કરવામાં આવશે. જ્યાં-જ્યાં ભૂસ્ખલનથી હાઈવે ખરાબ છે, ત્યાં સમારકામનું કાર્ય કરવામાં આવી રહ્યુ છે. બે સ્થળો પર હાઈવેના કિનારાઓ નુકસાનગ્રસ્ત છે, ત્યાં યાત્રા શ‚ થયા પહેલા ડામરીકરણ કરી લેવામાં આવશે. સરકારી તંત્ર દ્વારા પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે કે કોઇ પણ જાતની અનહોની ન બને તે માટે તંત્ર સાબદુ બેઠું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here