5-G સર્વિસના લોન્ચિંગ સાથે દેશમાં નવા યુગનો પ્રારંભ થયો: પ્રધાનમંત્રી

 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5-G ટેલિફોન સર્વિસ લોન્ચ કરીને મોબાઈલ ફોન પર અલ્ટ્રા હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડવાના નવા યુગનો પ્રારંભ કર્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે, 5-G સર્વિસ નવા યુગની શ‚આત દર્શાવે છે અને તે અર્થતંત્ર, ઉદ્યોગો અને સામાન્ય લોકો માટે તકોનું અનંત આકાશ ખુલ્લું મુકે છે. આ સાથે વડાપ્રધાન મોદીએ ૪ દિવસની ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. ભારતના બે ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિઓ અને ભારતી એરટેલેથી દેશના આઠ શહેરોમાં ૫-ઞ્ સર્વિસ શ‚ કરી દીધી છે જ્યારે પહેલા તબક્કામાં ૧૩ શહેરોમાં 5-G સર્વિસ શ‚ કરવાના ભાગ‚પે અમદાવાદ, ગાંધીનગર અને જામનગર સહિતના શહેરોમાં આ સેવા શ‚ થવામાં હજુ થોડોક સમય લાગશે.

દિલ્હી પ્રગતિ મેદાનમાં ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ૨૦૨૨માં ૫-ઞ્ સર્વિસ લોન્ચ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિશ્ર્વના પાંચમા સૌથી મોટા અર્થતંત્ર માટે આજનો દિવસ ખૂબ જ વિશેષ છે. ટેલિકોમ ઈતિહાસમાં ૧ ઓક્ટોબર, ૨૦૨૨ની તારીખ સ્વર્ણ અક્ષરોથી લખાશે. આજે ૧૩૦ કરોડથી વધુ ભારતીયોને દેશમાંથી અને દેશના ટેલિકોમ ઉદ્યોગમાંથી ૫-ઞ્ સ્વ‚પે સુંદર ભેટ મળી છે. ૫-ઞ્ સર્વિસ નવા યુગનો પ્રારંભ કરે છે. 

વડાપ્રધાન મોદીની જાહેરાત સાથે દેશમાં બીજા ક્રમની ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે દિલ્હી, મુંબઈ, વારાણસી અને બેંગ્લુ‚ સહિત આઠ શહેરોમાં 5-G સર્વિસ શ‚ કરી દીધી છે, જ્યારે દેશની ટોચની ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ આ મહિનામાં ચાર મેટ્રોમાં ૫-ઞ્ સર્વિસ શ‚ કરવાની જાહેરાત કરી છે. ત્રીજી ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાએ 5-G સર્વિસ શ‚ કરવા અંગે કોઈ નિશ્ર્ચિત સમય મર્યાદા જાહેર કરી નથી.  જોકે, જિયોએ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં જ્યાંરે ભારતી એરટેલે માર્ચ ૨૦૨૪ સુધીમાં આખા દેશમાં ૫-જી સર્વિસ શ‚ કરવાની જાહેરાત કરી છે. 

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ વિકસતા ભારતના સામર્થ્યને સર્વોચ્ચ ઊંચાઈ પર પહોંચાડવાની વિશેષ તક લઈને આવ્યો છે. ભારતને 5-G સ્વ‚પે વર્તમાન ‘ડિકેડ ને ટેકેડ’માં પરિવર્તિત કરવાની સુવર્ણ તક મળી છે. અત્યાર સુધી ભારત ૨જી, ૩જી, ૪જી ટેક્નોલોજી બાબતે અન્ય દેશો પર નિર્ભર હતો જ્યારે સ્વદેશી 5-G ટેક્નોલોજીના પ્રારંભ સાથે ભારત પહેલી વખત માત્ર ટેલિકોમ ટેક્નોલોજનો ગ્રાહક ના બની રહેતાં નવીનતમ ટેક્નોલોજીના અમલમાં સક્રિય ભૂમિકા ભજવશે. 5-G સાથે ભારતે પહેલી વખત ટેલિકોમ ટેક્નોલોજીમાં વૈશ્ર્વિક માપદંડો સ્થાપિત કર્યા છે. 5-G સર્વિસ શ‚ કરતી વખતે ‘ડિજિટલ ઈન્ડિયા’ની સફળતા માટે ચાર મુખ્ય આધારસ્તંભ પર ફોકસ કરાયું છે, જેમાં ડિવાઈસની કિંમત, ડિજિટલ કનેક્ટિવિટી, ડેટાની કિંમત અને ડિજિટલ ફર્સ્ટ (મુખ્ય)નો સમાવેશ થાય છે. કેટલાક લોકોનું માનવું છે કે ડિજિટલ ઈન્ડિયા સરકારની વધુ એક યોજના છે. પરંતુ ડિજિટલ ઈન્ડિયા માત્ર એક નામ નથી, તે દેશના વિકાસ માટેનું એક મોટું વિઝન છે. આ વિઝનનું લક્ષ્ય લોકોની સુવિધાઓ વધારે તેવી ટેક્નોલોજી લઈ આવવાનું છે. ભારત ડિજિટલ ઈકોનોમીના ક્ષેત્રમાં બીજો સૌથી મોટો ગ્રાહક છે. ભારતમાં ૧૧૭ કરોડથી વધુ ટેલિકોમ યુઝર્સ છે તેમજ ૮૨ કરોડથી વધુ લોકો ઈન્ટરનેટનો વપરાશ કરે છે.

વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, 5-G ટેક્નોલોજીનો પ્રારંભ ભારતની આત્મનિર્ભરતામાં પણ વધારો કરશે. એક સમયે કેટલાક લોકો આત્મનિર્ભર ભારતના મારા સપનાની મજાક ઉડાવતા હતા. તેઓ કહેતા કે ટેક્નોલોજી ગરીબો માટે નથી. પરંતુ મને વિશ્ર્વાસ હતો કે ટેક્નોલોજી દરેક ઘર સુધી પહોંચી શકે છે અને તેનાથી લોકોના જીવન ધોરણમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. દેશના અર્થતંત્રના એન્જિન સમાન ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here