ઉત્તરપ્રદેશની યોગી સરકારે અભ્યાસક્રમમાં ધરખમ ફેરફારો કર્યા

ઉત્તરપ્રદેશઃ ઉત્તરપ્રદેશની યોગી સરકારે શૈક્ષણિક સત્ર 2023-24 માટે યુપી બોર્ડ અને સીબીએસઈ બોર્ડના અભ્યાસક્રમમાં મોટા ફેરફારો કર્યા છે. શાળામાં વિદ્યાર્થીઓને હવે મુઘલોના ઈતિહાસ વિશે ભણાવવામાં નહીં આવે. ઉત્તરપ્રદેશ સરકારે ઈતિહાસના પુસ્તક ‘ભારતીય ઈતિહાસના કેટલાક વિષયો દ્વિતીય’માંથી શાસક અને મુઘલ દરબારના ચેપ્ટર હટાવી દીધા છે. આ સિવાય 11મા ધોરણના પુસ્તકમાંથી ઈસ્લામનો ઉદય, સંસ્કૃતિઓ વચ્ચે ઘર્ષણ, ઔદ્યોગિક ક્રાંતી, સમયની શરૂઆતના ચેપ્ટર હટાવી દેવામાં આવ્યા છે.
જ્યારે નાગરિકશાસ્ત્રના પુસ્તકમાંથી અમેરિકાના વર્ચસ્વ અને શીત યુદ્ધનો પાઠ દુર કરવામાં આવ્યો છે. આ નિર્ણયને શૈક્ષણિક સત્ર 2023-24થી લાગૂ કરવામાં આવશે. આ પગલાં પર ઉત્તરપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન બ્રિજેશ પાઠકે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃત આપણી સાંસ્કૃતિક વારસો છે. અમે અમારી નવી પેઢીનો પરિચય વારસા સાથે કરાવવા માગીએ છીએ. પહેલાં લોકોને આપણી સંસ્કૃતિથી વંચિત રાખવામાં આવતા હતા. લોકોને કહેવામાં આવતું ન હતું. અમે લોકોને વાસ્તવિક સંસ્કૃતિ વિશે જણાવીશું.
ધોરણ 12ના ઈતિહાસના પુસ્તકોમાંથી દૂર કરાયેલા વિષયો હેઠળ, વિદ્યાર્થીઓને ‘અકબરનામા’ અને ‘બાદશાહનામા’ સામેલ છે. આ ઉપરાંત નાગરિકશાસ્ત્રના પુસ્તકમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. સ્વતંત્ર ભારતમાં રાજનીતિના પુસ્તકમાંથી જન ચળવળના ઉદય અને એક પક્ષના વર્ચસ્વનો સમયગાળો ચેપ્ટર પણ બદલી દેવામાં આવ્યો છે.
ઉત્તરપ્રદેશ અને સીબીએસઈ બોર્ડ દ્વારા શૈક્ષણિક સત્ર 2023-24ના સિલેબસમાંથી મુઘલ દરબારનો ઈતિહાસ હટાવવા અને 11માના પુસ્તકોમાંથી ઈસ્લામનો ઉદય, સંસ્કૃતિ વચ્ચે ઘર્ષણ અને ઔદ્યોગિક ક્રાંતિ જેવા ચેપ્ટર દૂર કરવાના લીધેલા નિર્ણય અંગે સંભલના સપા ધારાસભ્ય અને પૂર્વ માધ્યમિક શિક્ષણ મંત્રી નવાબ ઈકબાલ મહમૂદે પ્રતિક્રિયા આપી છે. સપાના ધારાસભ્યએ જણાવ્યું કે, ભાજપ સરકાર મુસ્લિમો વિરુદ્ધ જે પણ કઈ કામ કરી શકે છે, તે બધું જ કરવા માટે કામ કરી રહી છે, પરંતુ મુઘલ શાસન માત્ર ઉત્તરપ્રદેશમાંથી હટાવવાથી દૂર નથી થવાનું. તેમણે જણાવ્યું કે, આ ઈતિહાસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મજબૂત છે, મુઘલ સલતનતના બાદશાહોએ ભારતને પ્રગતિના રસ્તે લઈ ગયા હતા.
ધોરણ 11ના પુસ્તકોમાંથી ઈસ્લામનો ઉદય અને સાંસ્કૃતિક ટકરાવનો ચેપ્ટર દૂર કરવા અંગે સપાના ધારાસભ્યએ જણાવ્યું કે, અમને તેમની પાસેથી સારી અપેક્ષા નહતી. મુસ્લિમોએ તેમની આ વાતો જોઈને અંતર બનાવવાનું શરૂ કરી દીધું છે કારણ કે તેઓ ફક્ત તેમના મત અને તેમની સરકાર માટે કામ કરી રહ્યા છે. સપા ધારાસભ્યએ જણાવ્યું કે તાજમહેલ, લાલ કિલ્લો અને કુતુબ મિનારનો ઈતિહાસ માત્ર ભારત પૂરતા જ સીમિત નથી, પરંતુ તે સમગ્ર વિશ્વમાં છે. કારણ કે જ્યારે દુનિયાભરના પ્રવાસી ભારત આવે છે, તો તેઓ તાજમહેલ, લાલ કિલ્લા અને આગ્રા વિશે પૂછે છે અને આ જ દુનિયા તેમને તેના વિશે સમજાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here