કોરોના વાયરસના પ્રસારથી સુપ્રીમ કોર્ટને ચિંતા થઈ– લોકોના જીવન જોખમમાં મૂકાયા એ બદલ જસ્ટિસ મિશ્રાએ ખેદ પ્રગટ કર્યો ..

 

              કોરોના વાયરસના પ્રકોપથી સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.જસ્ટિસ અરુણ મિશ્રાએ જણાવ્યું હતુ કે, સો વરસમાં એક વાર આવી મહામારી આવતી હોય છે. દરેક સદીમાં એક વાર આવો ઘાતક – જીવલેણ રોગ પ્રકટ થતો હોયછે. આવા ઘોર કળિયુગમાં આપણે આવા જીવલેણ વાયરસ સામે લડી નથી શકતા, આવા કાતિલ રોગનો કોઈ ઈલાજ નથી હોતો. આવા વાયરસની સામે લ઼ડવા માનવની તમામ કોશિશ નિષ્ફળ જતી હોય છે. સરકારી સ્તરે એના બચાવ માટે પગલાં લેવાય તેપણ કારગત નથી બનતા. માણસની લાચારી તો જુઓ, માણસ હથિયારોનું સર્જન કરે છે, પણ આવા ખતરનાક વાયરસ સામે મજબૂર બની જાય છે. આથી આવા રોગ સામે આપણે વ્યક્તિગત લડવાની જરૂર છે. દરેક વ્યક્તિએ ખુદ સાવધાની અને કાળજી રાખીને રહેવું જોઈએ. જાગૃત રહીને  આ વાયરસને રોકવાના , એનાથી ખુદનો બચાવ કરવાના દરેક અનિવાર્ય ઉપાય આપણે કરવા જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here