સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ઓફિસ આરટીઆઈના અંકુશમાં છેકે નહિ તેના પર સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બનેલી સંવિધાન પીઠે આપ્યો ચુકાદો… 

0
977

  ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈનાી અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠે તેના ચુકાદામાં સ્પષ્ટતા કરી હતી કે, ચીફ જસ્ટિસની ઓફિસ ( કચેરી) આરટીઆઈના કાર્યક્ષેત્રની મર્યાદામાં આવે છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સાથે આ બંધારણીય ખંડપીઠમાં તેમની સાથે અન્ય ન્યાયાધીશો – જસ્ટિસ એન વી રમન્ના, જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ , જસ્ટિસ દીપક ગુપ્તા તેમજ જસ્ટિસ સંજીવ ખન્નાનો પણ સમાવેશ થયો હતો. 

   સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ તેમજ માહિતી વિભાગના અધિકારીઓએ 2010ના દિલ્હી હાઈકોર્ટના ચુકાદા વિરુધ્ધ અરજી કરી હતી. તે અરજીની એપ્રિલમાં સુનાવણી થયા બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. ત્યારે અદાલતે જણાવ્યું હતું કે, કોર્ટમાં કોઈપણ પ્રકારની અસ્પષ્ટતાની પધ્ધતિ તેઓ ઈચ્છતા નથી. 

 

 સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ- મંદિરના નિર્માણ માટે એક ટ્રસ્ટની રચના કરવી પડશે્..,.,.

     સુપ્રીમ કોર્ટે ગત શનિવારે 9 નવેમ્બરે અયોધ્યા રામ- મંદિર વિવાદ કેસમાં ચુકાદો આપ્યા બાદ દેશમાં લોકો તેમજ નાના મોટા રાજકીય પક્ષો વિવિધ પ્રકારના સ્ટેટમેન્ટ કરી રહ્યા છે. 

 પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી શિયાળુ સત્રમાં રામ- મંદિર ટ્રસ્ટ બનાવવા માટેમોદી સરકાર સંસદમાં બિલ પેશ કરે એવી સંભાવના છે. સુપ્રીમ કોર્ટે સરકારને સ્પષ્ટ નિર્દેશ આપી દીધો છે કે,  મંદિર માટે અલગ ટ્રસ્ટ બોર્ડની રચના કરે.

 વિશ્વ હિંદુ પરિષદે જણાવ્યું હતું કે,  અમે ટ્રસ્ટની રચનાના કાર્યમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવા માગતા નથી.અમે કશું  સૂચન કે સલાહ આપવા માગતા નથી. સરકાર મંદિરના માટેના ટ્રસ્ટની રચના બાબત બિલ લોકસભા અને રાજ્ય સભામાં રજૂ કરીને પસાર કરશે , ત્યારબાદ મંદિરના ટ્રસ્ટી બોર્ડ માટેની કામગીરી આગળ વધારી શકાશે. સંસદનું આગામી શિયાળુ સત્ર 19 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે, જે 13મી ડિસેમ્બરે સમાપ્ત થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here