સાઉથના પ્રખ્યાત અભિનેતા કમલ હાસને નવા રાજકીય પક્ષની સ્થાપના કરી – મક્કલ નીતિ મય્યમ

0
1179
Paramakudi: Actor-turned-politician Kamal Haasan addresses during a public rally to launch his party, in Tamil Nadu's Paramakudi on Feb 21, 2018. (Photo: IANS)
(Photo: IANS)

 

જાણીતા ફિલ્મ અભિનેતા કમલ હસન ઘણા સમયથી રાજકારણમાં પ્રવેશ કરવા માગતા હતા. વર્તમાન રાજકીય પરિસ્થિત અને લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે પોતે જ સક્રિય થવું જોઈએ એમ માનીને તેમણે પોતાના નવા રાજકીય પક્ષ- મક્કલ  નીતિ મય્યમની રચના કરી હતી. ગઈકાલે ચેન્નઈ ખાતે યોજાયેલા જાહેર જનસમારંભમાં આઅંગે વિધિસર જાહેરાત કરવામાં ાવી હતી. તેમની રાજકીય પાર્ટીનો અર્થ થાય છેઃ જન નીતિ મોરચો. પોતાના પક્ષની રચના કરવા અગાઉ તેઓેએ રામેશ્વરમ જઈને ભૂતપૂર્વ સદગત રાષ્ટ્રપતિ અબ્દુલ જે કલામના પરિવારજનોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ માછીમારોના સમુદાયને પણ મળ્યા હતા.

અભિનેતા કમલ હસને કહ્યું હતું કે, લોકો મારા રાજકીય પક્ષની નીતિ- કાર્યક્રમ અને આઈડિયોલોજી વિષે પૂછપરછ કરી રહ્યા છે. મારા પક્ષની આઈડિયોલોજી છેકે, સહુને શિક્ષણનો સમાન અવસર મળે. ધર્મ અને નાત-જાતના ભેદભાવ બંધ થાય,. સહુને સમાન અવસર મળે, ભ્રષ્ટાચારનો અંત થાય. આ પ્રસંગે િદલ્હીના મુખ્યપ્રધાન શ્રી અરવિંદ કેજરીવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે, જેમ નવી દિલ્હીમાં ભાજપ તેમજ કોંગ્રેસને જાકારો આપીને જનતાએ મારા પક્ષને બહુમતી આપી , સત્તાના સૂત્રો સોંપ્યા, એજ રીતે તામિલનાડૂની જનતા પણ કમલ હસનના આ નવા પક્ષને અપનાવીને સફળતા અપાવશે.

કમલ હસને પોતાના પક્ષના ચિહ્ન વિષે માહિતી આપતાં કહ્યું હતું કે. આ ચિહ્નમાં જે છ હાથ છે, તે છ રાજ્યોનું પ્રતીક છે. વચ્ચે રહેલો તારો એ જનતાનું પ્રતીક છે. કમલ હસનના નવા રાજકીય૟ પક્ષના ધ્વજનો રંગ સફેદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here