જ્યોતિષ રાશિ ભવિષ્ય

0
1871

 

જ્યોતિષ રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઇ.)

આ સમયના ગ્રહયોગો આપના વિકાસ અને પ્રગતિ માટે મદદરૂપ જણાય છે. મળેલી તકને ઝડપી લેશો તો અવશ્ય ફાયદો થશે. નવા સંબંધો કે મિત્રોથી અવશ્ય લાભ થશે. નાણાકીય બાબતોમાં સમજીવિચારીને નિર્ણયો લેવા હિતાવહ ગણાય. સાંપત્તિક પ્રશ્નો માટે સમય સાનુકૂળ છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. 26, 27, 28 આનંદમય દિવસો ગણાય. તા. 29, 30 લાભકારક દિવસો. તા. 31, 1 આર્થિક લાભ થાય.

વૃષભ (બ.વ.ઉ.)

આ સપ્તાહમાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. નાણાકીય દષ્ટિએ આ સમય સાનુકૂળ અને સફળ નીવડશે. નોકરિયાત વર્ગને અંગત સમસ્યાઓનો ઉકેલ મળતાં વિશેષ આનંદ થશે. બઢતી પણ મળી શકે. મકાનની ફેરબદલી કરવી હોય તો સમય સાનુકૂળ જણાય છે. પ્રવાસ ટાળવો. તા. 26, 27 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. 28, 29, 30 આનંદમય દિવસો ગણાય. તા. 31, 1 શુભ સમાચાર મળતાં આનંદ થાય.

મિથુન (ક.છ.ઘ.)

આ સપ્તાહમાં આપના દિવસો એકંદરે આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. અગત્યનાં અધૂરાં કાર્યો અણધારી સહાયથી પૂર્ણ થતાં વિશેષ આનંદ થશે. છતાં આર્થિક બાબતોમાં વધારે પડતા વિશ્વાસમાં રહી નિર્ણયો લેવા યોગ્ય રહેશે નહિ. દામ્પત્યજીવનમાં સંવાદિતા રહેશે. પ્રવાસનું આયોજન પણ થઈ શકશે. તા. 26, 27 આનંદમય પસાર થાય. તા. 28, 29 વિશેષ લાભ થાય. તા. 30, 31, 1 સામાન્ય દિવસો ગણાય.

કર્ક (ડ.હ.)

આ સમયગાળામાં આપનો સમય આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. આપનો પુરુષાર્થ ફળશે. મહત્ત્વનાં કામકાજ માટે પ્રગતિકારક રચના થઈ શકશે. માનસિક ઉત્સાહ વધશે. આર્થિક દષ્ટિએ આપની ચિંતા યા બોજો હળવો થશે. નોકરિયાત વર્ગને વિશેષ રાહત જણાશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. 26, 27, 28 આનંદમય દિવસો ગણાય. તા. 29, 30 લાભકારક દિવસો પસાર થાય. તા. 31 લાભમય દિવસ. તા. 1 રાહત થાય.

સિંહ (મ.ટ.)

આ સમયગાળામાં એકંદરે આપને રાહત જણાશે. આપનાં અધૂરાં, અટવાયેલાં કાર્યો પૂર્ણ થતાં વિશેષ આનંદની અનુભૂતિ અવશ્ય થશે. નોકરિયાત વર્ગ માટે પણ સમય સાનુકૂળ જણાય છે. વેપાર-રોજગારમાં પણ અટવાયેલા પ્રશ્નોનો અણધાર્યો ઉકેલ મળતાં વિશેષ આનંદ થશે. મિલન-મુલાકાત શક્ય બનશે. તા. 26, 27, 28 એકંદરે રાહત જણાય. તા. 29, 30 લાભ થાય. તા. 31, 1 ધાર્યું કામ થાય.

કન્યા (પ.ઠ.ણ.)

આ સમયગાળામાં આપને માનસિક વ્યથા કે બેચેનીનો અનુભવ કરવો પડશે. અજંપો અને અશાંતિથી છૂટવા આપ કાર્યરત રહો એ જ સારો ઉપાય ગણાય. જોકે આવકની દષ્ટિએ આ સમયગાળો શુભ જણાય છે. આવકવૃદ્ધિ થઈ શકે તેમ છે. કૌટુંબિક ખર્ચ અંગે પણ નાણાકીય વ્યવસ્થા થઈ શકશે. તા. 26, 27, 28 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. 29, 30 લાભકારક દિવસો પસાર થાય. તા. 31, 1 આનંદમય દિવસો ગણાય.

તુલા (ર.ત.)

આ સમયગાળામાં આપની મનની મુરાદો મનમાં રહેતી જણાય. ધીરજની કસોટી થતી જણાય. આવકની સામે જાવકનું પલ્લું ભારે રહેવાની સંભાવના ખરી જ. નોકરિયાત વર્ગને પરિસ્થિતિ યથાવત્ જણાશે. બદલી થઈ હોય તો તે બંધ રાખી શકાશે. ધંધાકીય ક્ષેત્રે હજી સમય-સંજોગ સાધારણ જણાય છે. તા. 26, 27, 28 સામાન્ય દિવસો પસાર થાય. તા. 29, 30 સહનશીલતા રાખવી પડશે. તા. 31 મિશ્ર લાભ થાય. તા. 1 બપોર પછી રાહત થાય.

વૃરશ્ચક (ન.ય.)

આપની મૂંઝવણ તથા મહત્ત્વના પ્રશ્નોનો ઉકેલ મળતાં તથા કોઈ સારો માર્ગ મળતાં રાહતની અનુભૂતિ થાય તેવા યોગો જણાય છે. આર્થિક દષ્ટિએ પણ લાભ થાય તેવા યોગોને નકારી શકાય તેમ નથી. ધંધાર્થે જોઈતાં નાણાંની સગવડ થતાં વિશેષ આનંદ થશે. નોકરિયાત વર્ગ માટે સમય ઘણો જ સફળતાસૂચક જણાય છે. તા. 26, 27 સફળ દિવસો ગણાય. તા. 28, 29, 30 આર્થિક લાભ થાય. તા. 31, 1 ધાર્યું કામ થાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સમયગાળામાં આપે દરેક રીતે સંભાળીને કામકાજ કરવું જરૂરી છે. મિથ્ય વાદવિવાદથી દૂર રહેવું સલાહભર્યું ગણાય. ગૃહજીવનમાં વિવાદ ટાળવો. નોકરીના ક્ષેત્રમાં પણ સમજદારી સાથે સંયમથી કામ લેવું હિતાવહ જણાય છે. સપ્તાહના અંતિમ દિવસોમાં આર્થિક દષ્ટિએ લાભ થાય. તા. 26, 27, 28 કોઈ પણ કાર્ય સંભાળીને કરવું હિતાવહ છે. તા. 29, 30 વિવાદથી દૂર રહેવું. તા. 31, 1 સહનશીલતા રાખવી.

મકર (ખ.જ.)

આપનો આ સમય અનેક રીતે સુખદ રહેશે. સુખ-સગવડોની વૃદ્ધિ થશે. નાણાકીય મુશ્કેલીનો માર્ગ મળતાં વિકાસ થઈ. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધવા સંભાવના ખરી જ. મુશ્કેલ પળોમાં સ્વસ્થતાથી નિર્ણય લેવો હિતાવહ બની રહેશે. ધંધાકીય બાબતોમાં હજી અવરોધો જણાશે. સંભાળીને કામકાજ કરવું. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. 26, 27, 28 શુભ સમાચાર મળે. તા. 29, 30 લાભ થાય. તા. 31, 1 સંભાળીને કામકાજ કરવું.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સમયમાં કૌટુંબિક કારણોસર દોડાદોડી અને પ્રવાસના પ્રસંગો સર્જાય તેવા યોગો જણાય છે. દૂરના સ્વજનોથી મેળાપ થાય. નવા સંબંધો સ્થપાય. મિત્રોથી લાભ થાય તેવા યોગો ખરા જ. તેમ છતાં વિશેષ પ્રયત્ન પછી જ લાભ થશે. માનસિક અસ્વસ્થતા આપને અકળાવશે. કૌટુંબિક વિવાદથી દૂર રહેવું. તા. 26, 27, 28 કાર્યબોજ વધવા પામશે. તા. 29, 30 સામાન્ય દિવસો. તા. 31, 1 વિવાદથી દૂર રહેવું.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સમયગાળામાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. અંગત કામકાજ તથા ધંધાકીય જવાબદારીઓના કારણે માનસિક તાણ અને બોજો વધશે. આવેગ યા ઉશ્કેરાટમાં આવીને કોઈ નિર્ણય લેશો નહિ, નહિતર અવશ્ય નુકસાન થશે. તબિયતની કાળજી રાખવી, પ્રવાસનું આયોજન શક્ય બનશે. તા. 26, 27 દરેક રીતે સંભાળવું. તા. 28, 29, 30 ચિંતાજનક દિવસો ગણાય. તા. 31, 1તબિયતની કાળજી રાખવી.