જ્યોતિષ રાશિ ભવિષ્ય

જ્યોતિષ (તા. 15 માર્ચ 2024 થી તા. 21 માર્ચ 2024 સુધી)

 

મેષ (અ,લ,ઈ)

સપ્તાહ દરમિયાન રાશિના માલિક ગ્રહ મંગળનું પરિભ્રમણ મેષ રાશિમાં ચાલુ રહેશે. તે સાથે કન્યા રાશિમાં રહેલા ગુરુ ઉપર શનિની દૃષ્ટિ હોવાથી સપ્તાહની શરૂઆતમાં ધંધાકીય બાબતે આગળ વધવા માટેની નવી તકો ઉપસ્થિત થશે, નવી દરખાસ્તો આગળ વધવામાં મદદરૂપ બનશે. આકસ્મિક ધનલાભ થાય. કોઈ ખાસ ­સંગે વધુ લોકસંપર્ક થાય. જીવનસાથી મદદરૂપ બને.  તંદુરસ્તીની ખાસ કાળજી રાખવી.

 

વૃષભ (બ,વ,ઉ)

સપ્તાહ દરમિયાન રાશિના માલિક ગ્રહ શુક્રનું પરિભ્રમણ આપની રાશિથી ચતુર્થ સ્થાનમાં ચાલુ રહેશે તેમ જ તે કર્ક રાશિમાં આવેલા શનિથી બીજે હોવાથી સપ્તાહની શરૂઆતમાં શ્વશુર પક્ષને લગતા કોઈ કાર્યમાં ભાગ લેવો પડે. નાણાકીય કે ધંધાકીય કારણસર મુસાફરી કરવી પડે. ઘરની અંગત બાબતોમાં વધુ ધ્યાન આપવું પડશે. મિલકતના કામમાં સફળતા મળે કુટુંબીઅોનો સહકાર મળે.  

 

મિથુન (ક,છ,ધ)

સપ્તાહ દરમિયાન રાશિના માલિક ગ્રહ બુધનું પરિભ્રમણ આપની રાશિથી દ્વિતીય સ્થાનમાં કર્ક રાશિમાં ચાલુ રહેશે તે સાથે સૂર્ય, શનિ યુતિ કરતા હોઈ સપ્તાહની શરૂઆતમાં જૂનાં નાણાં ­પ્રાપ્ત થાય. લાંબા સમયથી અટકેલાં કેટલાંક કાર્યો પૂર્ણ કરી શકાય. આપનું ધ્યાન આર્થિક બાબતોમાં વધુ કેન્દ્રિત રહેશે. કૌટુંબિક પ્રશ્ને માનસિક ચિંતા વધે. સંતાન બાબતે મુસાફરી કરવી પડે. 

 

કર્ક (ડ,હ)

સપ્તાહ દરમિયાન આપની રાશિના માલિક ગ્રહ ચંદ્રનું પરિભ્રમણ શરૂઆતમાં આપની રાશિ ઉપરથી થશે તેમ જ સૂર્ય, બુધ અને રાશિ તેની સાથે યુતિ કરતા હોવાથી સપ્તાહની શરૂઆતમાં આપના કાર્યમાં સફળતા મળવાથી ઉત્સાહમાં વધારો થાય. કાર્યશક્તિ વધશે તેમ જ લોકોનો સહકાર સારો મળશે. આવકનું પ્ર­માણ વધશે છતાં નાણાં તરત ન ખર્ચાઈ જાય તેની કાળજી રાખવી.

 

સિંહ (મ,ટ)

સપ્તાહ દરમિયન રાશિના માલિક ગ્રહ સૂર્યનું પરિભ્રમણ આપની રાશિથી બારમા સ્થાન વ્યયસ્થાનમાં ચાલુ રહેશે તે સાથે શનિ કર્કમાં હોવાથી સપ્તાહની શરૂઆતમાં ખર્ચનું પ્ર­માણ વિશેષ રહેશે. ખર્ચ ખાસ કરીને જીવનસાથી કે કૌટુંબિક બાબતોને લગતો હશે. લોકોને આપવાનાં નાણાંની ચિંતા થાય. અકસ્માત, માંદગીથી પણ સંભાળવું. આપ ધંધામાં વધુ વ્યસ્ત રહેશો.

 

કન્યા (પ,ઠ,ણ)

સપ્તાહ દરમિયાન રાશિના માલિક ગ્રહ બુધનું પરિભ્રમણ આપની રાશિથી અગિયારમા, લાભસ્થાનમાં કર્ક રાશિમાં રહેશે તેમ જ સૂર્ય શનિ કર્કમાં હોવાથી સપ્તાહની શરૂઆતમાં ઘણા લોકોને મળવાનું થાય. ઉચ્ચ કક્ષાની વ્યક્તિઅો સાથે પરિચય થાય, જે ભવિષ્યમાં લાભદાયી બનશે છતાં હાલ કોઈ નાણાકીય ફાયદા થશે નહિ. જીવનસાથીનાં સગાંઅોને મદદરૂપ બનવું પડે.

 

તુલા (ર,ત)

સપ્તાહ દરમિયાન રાશિના માલિક ગ્રહ શુક્રનું પરિભ્રમણ આપની રાશિથી દસમા સ્થાન કર્મભુવન ઉપર રહેશે તેમ જ ગુરુ કન્યા રાશિમાં આવેલો હોવાથી સપ્તાહ દરમિયાન શરૂઆતમાં આપ આપના કાર્યમાં વધુ વ્યસ્ત રહેશો. લોકો સાથેના સંપર્કોનું ­માણ વધશે તેમ જ તેઅોનો સહકાર સારો મળે. ધંધાકીય ­વૃત્તિમાં વધારો થતો જણાશે. સંતાનો સફળતા પ્રાપ્ત કરે.

 

વૃશ્ચિક (ન,ય)

સપ્તાહ દરમિયાન રાશિના માલિક ગ્રહ મંગળનું પરિભ્રમણ મેષ રાશિમાં આપના છઠ્ઠા સ્થાનમાં રહેશે તેમ જ શનિ કર્ક રાશિમાં આપના ભાગ્યભુવનમાં હોવાથી સપ્તાહની શરૂઆતમાં કોઈ ધાર્મિક ­વૃત્તિ માટે સમય ફાળવવો પડશે. જીવનસાથીનાં સગાંઅોનો સહકાર સારો મળે. યાત્રા-­વાસ થાય. આપ આપના કાર્યક્ષેત્રમાં વધુ વ્યસ્ત રહેશો. લોકોનો સહકાર મળે. 

 

ધન (ભ,ધ,ફ,ઢ)

સપ્તાહ દરમિયાન રાશિના માલિક ગ્રહ ગુરુનું પરિભ્રમણ આપની રાશિથી દસમા સ્થાન કર્મભુવનમાં રહેશે તેમ જ તેની ઉપર કર્કમાં રહેલા શનિની દૃષ્ટિ હોવાથી સપ્તાહની શરૂઆતમાં સામાજિક કે કૌટુંબિક બાબતે માનસિક પરિતાપમાં વધારો થાય. કોઈ નિષ્ફળતાના કારણે નિરાશાજનક વાતાવરણ રહેશે, છતાં ત્યાર બાદ આર્થિક બાબતોમાં સરળતા વધશે.

 

મકર (જ,ખ)

સપ્તાહ દરમિયાન રાશિના માલિક ગ્રહ શનિનું પરિભ્રમણ આપની રાશિથી સપ્તમ્ સ્થાનમાં આવેલું છે. બુધ તેમ જ સૂર્ય સાથે યુતિ કરે છે, જેથી સપ્તાહની શરૂઆતમાં જીવન સાથે વાદવિવાદ થવા સંભવ રહેશે, જેથી વાણી ઉપર સંયમ રાખવો જરૂરી રહેશે. ભાગીદારી અંગેનાં કાર્યોમાં સાવધાની રાખવી.  આકસ્મિક આર્થિક લાભ થાય. સંતાનો સફળતા પ્રાપ્ત કરે.

 

કુંભ (ગ,શ,સ,ષ)

 સપ્તાહ દરમિયાન રાશિના માલિક ગ્રહ શનિનું પરિભ્રમણ કર્ક રાશિમાં આપના છઠ્ઠા સ્થાનમાં રહેશે તેમ જ કન્યામાં રહેલા ગુરુ ઉપર તેની દૃષ્ટિ હોવાથી સપ્તાહની શરૂઆતમાં તંદુરસ્તીની ખાસ કાળજી રાખવી. વળી અકસ્માતના યોગો હોવાથી વાહન ચલાવતાં સાવચેતી રાખવી. જીવનસાથી સાથે મતભેદ સર્જાય – અંગત મિત્રો મદદરૂપ બનશે.

 

મીન (દ.ચ,ઝ,થ)

સપ્તાહ દરમિયાન રાશિના માલિક ગ્રહ ગુરુનું પરિભ્રમણ આપની રાશિથી સપ્તમ્ સ્થાનમાં કન્યા રાશિમાં રહેશે તેમ જ શનિ કર્ક રાશિમાં હોવાથી સપ્તાહની શરૂઆતમાં સંતાનોને લગતી બાબતે ચિંતા કરાવે. સંતાનોને આપના માર્ગદર્શનની જરૂર પડે. વળી ધંધાકીય ­વૃત્તિમાં પણ ઘણા અવરોધો અને રુકાવટોનો સામનો કરવો પડે, મહેનત અને પરિશ્રમનું ­મણ વધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here