૨૬ ખેલાડીને અર્જુન, ૫ કોચને દ્રોણાચાર્ય એવોર્ડ: મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ

નેશનલ સ્પોટસ એવોર્ડ સેરેમની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભવનમાં યોજાઇ હતી. જેમાં પ્રથમ વખત દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવ્યા. રાષ્ટ્રપતિ ૨૦૨૩માં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને અલગ-અલગ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દેશની સ્ટાર બેડમિન્ટન જોડી સાત્વિક સાંઇરાજ અને ચિરાગ શેટ્ટીને મેજર ધ્યાનચંદખેલરત્ન એવોર્ડ મળશે, તે જ સમયે મોહમ્મદ શમી સહિત ૨૬ ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યા હતા.
અર્જુન એવોર્ડ વિજેતાઓમાં ૩૩ વર્ષીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યુ હતું. જયાં ભારત ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારીને રનર અપ બન્યું હતું. ટુર્નામેન્ટની પ્રથમ ચાર મેચ ન રમી હોવા છતાં, શમી ૨૪ વિકેટ સાથે ટુર્નામેન્ટનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો. ગણેશ પ્રભાકરણ (મલ્લખંભ), મહાવીર સૈની (પેરા એથ્લેટિકસ), લલિતકુમાર (કુસ્તી), આરબી રમેશ (ચેસ) અને શિવેન્દ્ર સિંહ (હોકી)ને સર્વોચ્ચ કોચિંગ સન્માન દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ચિરાગ અને સાત્વિક માટે ૨૦૨૩નું વર્ષ યાદગાર રહ્યું હતું. તેમણે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો (એશિયન ગેમ્સમાં બેડમિન્ટન ઇવેન્ટમાં ભારતનો પહેલો ગોલ્ડ)અને એશિયન ચેમ્પિયનશિપનું ટાઇટલ. આ જોડીએ ઇન્ડોનેશિયા સુપર ૧૦૦૦, કોરિયા સુપર ૫૦૦ અને સ્વિસ સુપર૩૦૦ ટાઇટલ પણ જીત્યા હતા. સાત્વિક -ચિરાગ વર્લ્ડ ચેમ્પિયનશીપના બોન્ઝ મેડલ વિજેતા છે અને ૨૦૨૨ કોમનવેલ્થગેમ્સમાં ગોલ્ડ જીત્યા બાદ પણ પરત ફર્યા છે. બંનેને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારપ્રાપ્ત થશે, જે ભારતનું સર્વોચ્ચ ખેલ સન્માન છે. ગુરુનાક દેવ યુનિવર્સિટી, અમૃતસર (વિજેતા), લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, પંજાબ(પ્રથમ રનર-અપ) અને કુરુક્ષેત્ર યુનિવર્સિટી, કુરુક્ષેત્ર (દ્વિતીય રનર-અપ) દેશની ટોપ-૩ સ્પોર્ટસ યુનિવર્સિટી હતી. મૌલાના અબ્દુલકલામ આઝાદ ટ્રોફી અમૃતસર યુનિવર્સિટીને આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here