સંસદનું ચોમાસુ સત્ર અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો ..

 

   સંસદનું ચોમાસુ સત્ર જયારથી ચાલી રહ્યું છે ત્યારથી વિરોધપક્ષો જાતજાતના અવરોધ ઊભા કરીને કામકાજ ચાલવા દેતા નથી. પેગાસસ જાસૂસી કાંડ, મોંઘવારીઅને કૃષિ કાનૂનનો વિરોઘ કરીને વિપત્રના સભ્યો ગૃહમાં સતત ઘાંધલ- ધમાલ અને નારેબાજી કરતા રહ્યા હતા. લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષે વારંવાર ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. 19 જુલાઈથી શરૂ થયેલું સંસદનું ચોમાસુ સત્ર 13 ઓગસ્ટે સમાપ્ત થવાનું હતું . પરંતુ આ પહેલા મંગળવારે 11 ઓગસ્ટના દિને ઓબીસી સંશોધન બિલ પસાર કરાયા બાદ લોકસભાને સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભાનું કામકાજ ગણતરીના કલાકો સુધી જ વ્યવસ્થિત ચાલ્યું હતું, પણ મોટાભાગનો સમય વિરોધપક્ષના ધાંધલ- ધમાલને  કારણે વેડફાયો હતો. સમગ્ર દેશના હિતમાટે . તેમના જીવનની સુખાકારી અને સલામતી માટે કાનૂન ઘડવાની જેમના શિરે જવાબદારી છે, જેઆપણા લોકશાહી દેશની ઉચ્ચ ને સૌથી વધુ સત્તા ધરાવતી સંસ્થા છે- તે સંસદ પોતાની સર્વોપરિતાનો કેવો દુરુપયોગ કરી રહી છે, ને રચનાત્મક કાર્ય કરવા માટે જેમને પ્રજાએ ચૂંટી મોકલ્યા છે એ – પ્રજાના પ્રતિનિધિઓ અંગત સ્વાર્થ ને રાજકારણને કારણે દેશની પ્રજાનું કેવું અહિત કરી રહ્યા છે તેનું ઉદાહરણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here