હોકી :એશિયા કપ 2023માં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવી જીત મેળવી

નવી િદલ્હીઃ એશિયા કપ ફાઈવ્સની ફાઈનલમાં ભારતીય પુરુષ એશિયા કપ ટીમે પાકિસ્તાનને હરાવી ખિતાબ પોતાના નામે કર્યું હતું. ભારતે પાકિસ્તાનને પેનલ્ટી શૂટઆઉટમાં 2-0થી હરાવ્યું હતું. ફુલટાઈમના અંતે મેચ 4-4ની બરાબરી પર સમાપ્ત થઇ હતી જેના કારણે વિજેતાનો ચુનાવ કરવા માટે પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવો પડ્યો હતો. શૂટઆઉટમાં ભારત માટે મનિન્દર સિંહ અને ગુરજોત સિંહે ગોલ કર્યા હતા. તો બીજી તરફ ભારતીય ગોલકીપર સુરજ કરકેરાએ પાકિસ્તાનના અરશદ લિયાકત અને મોહમ્મદ મુર્તજાને ગોલ કરતા અટકાવ્યો હતો. ભારત માટે ફુલટાઈમમાં મોહમ્મદ રાહીલે બે ગોલ કર્યા હતા. આ ઉપરાંત જુગરાજ સિંહ અને મનિન્દર સિંહે 1-1 ગોલ કર્યો હતો. પાકિસ્તાન તરફથી ફુલટાઈમમાં અબ્દુલ રહમાન, જિકરિયા હયાત, અરશદ લિયાકત અને કેપ્ટન અબ્દુલ રાણાએ 1-1 ગોલ કરી મેચમાં 4-4ની બરાબરી કરી હતી. ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટમાં ભારતે 2-0થી જીત મેળવી હતી. આ પહેલા ભારતને એલીટ પૂલ સ્ટેજમાં પાકિસ્તાન સામે 4-5થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને ફાઈનલમાં મળેલી જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેક્ષાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here