વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ માનીતા છે 18 આઈએ એસ અધિકારીઓ – જેમની સહાયથી પીએમઓ નાણાં મંત્ર્યાલય અને ગૃહ મંત્ર્યાલય પર નજર રાખે છે…

0
933

કેન્દ્ર સરકારના સચિવાલયમાં કામગીરી બજાવતા 492 આઈએએસ અધિકારીઓમાં 18 અધિકારીઓ ગુજરાત કેડરના છે , જેઓને વડાપ્રધાનની ખાસ ભલામણથી દિલ્હીમાં સચિવવિભાગમાં મહત્વના હોદા્ઓ પર નીમવામાં આવ્યા છે.એમાંથી કેટલાકને પીએમઓ વિભાગમાં, તો અનેક અધિકારીઓને નાણાં મંત્ર્યાલય અને ગૃહ મંત્ર્યાલયમાં અગત્યના સ્થાને ગોઠવવામાં આવ્યા હતા. ગુજરાત કેડરના 1988ની બેચના આઈએએસ અધિકારી અરવિંદ કુમાર શર્મા વડાપ્રધાનના મંત્ર્યાલયમાં વધારાના સચિવ તરીકે કામગીરી બજાવી રહયા છે. તેઓ ગુજરાત કેડરના સૌથી વરિષ્ઠ આઈએએસ અધિકારી છે. ગુજરાત કેડરના રાજીવ ટોપના  વડાપ્રધાનના અંગત સચિવ છે. 2004બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી રાજેન્દ્ર કુમાર ડિરેકટરનો હોદો્ સંભાળી રહયા છે.