જીવનમાં ભૌતિકતા અને અધ્યાત્મિકતા બન્નેની આવશ્યકતા: રાજ્યપાલ

અમદાવાદઃ ભૌતિકવાદ અને અધ્યાત્મવાદ, ભૌતિકતા અને અધ્યાત્મિકતા, આપણે બંનેને સાથે લઈને, એકબીજાના સહાયક બનાવીને આગળ વધીશું તો જ સાચી પ્રગતિ કરી શકીશું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ માઉન્ટ આબુમાં બ્રહ્માકુમારીના વડામથકમાં આયોજિત રાષ્ટ્રીય સંમેલનમાં બોલતાં કહ્યું હતું કે, આધ્યાત્મિક વિકાસ વિના આપણે ભૌતિક વસ્તુઓનો સુયોગ્ય ઉપયોગ નહીં કરી શકીએ. વિજ્ઞાન અને આધ્યાત્મિકતા એકબીજાના પૂરક બને. વ્યક્તિમાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતા બંને હશે તો જ જીવનનો સાચો આનંદ માણી શકાશે.
બ્રહ્માકુમારીના કળા અને સંસ્કૃતિ પ્રભાગ દ્વારા માઉન્ટ આબુમાં ‘સકારાત્મક પરિવર્તનની કળાથી આનંદમય જીવન’ વિષય પર રાષ્ટ્રીય સંમેલન અને રાજયોગ રિટ્રીટનું આયોજન કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે પોતાના ઉદબોધનમાં કહ્યું કે, ભારતના વૈજ્ઞાનિકોના પ્રયત્નોથી યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચંદ્રયાન-૩ના માધ્યમથી ભારતે ચંદ્ર પર પહોંચવામાં સફળતા હાંસલ કરી છે. આજે આદિત્ય એલ-વન મિશન પણ સફળતાપૂર્વક લોન્ચ થયું છે. વિજ્ઞાન અને ભૌતિકતામાં આપણે ઘણી પ્રગતિ કરી છે. આપણે અધ્યાત્મિક ક્ષેત્રે પણ પ્રગતિ કરવાની છે. બ્રહ્માકુમારી જેવા કેન્દ્રો, સંસ્થાઓ અને સંગઠનો ભારતનો આત્મા છે, જે માનવતાનું મોટું સેવાકાર્ય કરી રહ્યા છે.
આ અવસરે લેડી ગવર્નર દર્શના દેવીજી, બ્રહ્માકુમારીના સંયુક્ત મુખ્ય પ્રશાસિકા રાજયોગીની બ્રહ્માકુમારી મુન્ની દીદી, રાજયોગીની બ્રહ્માકુમારી નિર્મલા દીદી, એક્ઝિક્યુટિવ સેક્રેટરી રાજીયોગી મૃત્યુંજયભાઈ, બ્રહ્માકુમારીના ગાંધીનગરના ડાયરેક્ટર રાજયોગીની બ્રહ્માકુમારી કૈલાશ દીદી, માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર રાજયોગી ડો. પ્રતાપ મિડ્ઢા, કળા અને સંસ્કૃતિ પ્રભાગના મુંબઈના અધ્યક્ષ અને ઝોનલ કો-ઓર્ડીનેટર રાજયોગીની બ્રહ્માકુમારી નીહાબહેન તથા દેશભરમાંથી ઉપસ્થિત બ્રહ્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here