વન નેશન – વન ઈલેકશન મુદ્દે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં સમિતિની કેન્દ્ર દ્વારા રચના

આવતા વર્ષે થનારી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર એક મોટું પગલું ભરે તેમ જણાય રહ્યું છે. વન નેશન- વન ઈલેક્શનનો મુદ્દો સતત હેડલાઇન્સ બની રહ્યો છે અને આ દરમિયાન ભારત સરકારે એક સમિતિની રચના પણ કરી છે, જે આ અંગેનો રિપોર્ટ આપશે. આ સમિતિનું નેતૃત્વ ખુદ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. કેન્દ્ર સરકારે ૧૮ થી ૨૨ સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. જે બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વિશેષ સત્રમાં મોદી સરકાર વન નેશન- વન ઈલેક્શને લઈને બિલ લાવી શકે છે અને ચર્ચા બાદ તેને પાસ કરી શકે છે. જો કે ઘણા વિપક્ષી નેતાઓએ આવા કોઈપણ બિલ લાવવાને ગેરબંધારણીય ગણાવી રહ્યુ છે.
કેન્દ્ર સરકારે આજે એક દેશ, એક ચૂંટણીને લઈને એક સમિતિની રચના કરી છે. આ સમિતિનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ મીડિયા સાથે વાત કરતા સ્પષ્ટ કર્યું છે કે સંસદનું વિશેષ સત્ર એક દેશ, એક ચૂંટણી પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવ્યું છે. એક દેશ, એક ચૂંટણી વિશે વાત કરતા પ્રહલાદ જોશીએ કહ્યું, કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં એક દેશ, એક ચૂંટણી પર એક સમિતિની રચના કરી છે. નવા મુદ્દા આવતા રહે છે, વાત થવી જોઈએ. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે એવું નથી કે ગઈકાલથી આવું થઈ રહ્યું છે. વિરોધ પક્ષોએ ગભરાવાની શું જરૂર છે? મોદી સરકારે વન નેશન-વન ઈલેક્શન માટે એક કમિટીની રચના કરી છે જે તેના પર પોતાનો રિપોર્ટ આપશે.જો કે, કમિટી કયા સમય સુધીમાં તેનો રિપોર્ટ આપશે તેની જાહેરાત કરવામાં આવી નથી.
દેશમાં વન નેશન-વન ઈલેક્શનનો નિર્ણય લાગુ કરવામાં આવે તો તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી એક સાથે થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક અવસરે આના પક્ષમાં અવાજ ઉઠાવ્યો છે અને હવે આને લઈને દેશમાં વાતાવરણ સર્જાઈ રહ્યું છે. થોડા સમય પહેલા કાયદા પંચે એક દેશ એક ચૂંટણી પર સામાન્ય લોકોનો અભિપ્રાય પણ માંગ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં કહ્યું હતું કે કોઈએ એક દેશ, એક ચૂંટણીના મુદ્દાને સ્પષ્ટપણે નકારી કાઢવો જોઈએ નહીં અને તેના પર વિગતવાર ચર્ચા થવી જોઈએ. પીએમ મોદીએ કહ્યું હતું કે દેશના સમય, ખર્ચ અને વિકાસની ગતિને ઝડપી બનાવવા માટે એક દેશ, એક ચૂંટણી સમયની જરૃરિયાત છે અને કહ્યું હતું કે આપણે આ દિશામાં પગલાં ભરવા જોઈએ. જો દેશમાં વન નેશન- વન ઈલેક્શનનો નિર્ણય લાગુ કરવામાં આવે તો તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી એક સાથે થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક અવસરે આના પક્ષમાં અવાજ ઉઠાવ્યો છે અને હવે આને લઈને દેશમાં વાતાવરણ સર્જાઈ રહ્યું છે. થોડા સમય પહેલા કાયદા પંચે એક દેશ એક ચૂંટણી પર સામાન્ય લોકોનો અભિપ્રાય પણ માંગ્યો હતો. આજે ભલે વન નેશન વન ઈલેક્શન યોજવાની વાત કરવામાં આવી રહી હોય, પરંતુ આ પહેલા ચાર વખત દેશમાં એક સાથે લોકસભા અને રાજ્યની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે.
૧૯૪૭માં આઝાદી પછી, ભારતમાં આઝાદી પછી, ૧૯૫૨, ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૬૭માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી. દેશમાં સતત ચાર વખત એકસાથે ચૂંટણી યોજાયા બાદ તેની પેટર્ન ૧૯૬૭થી બદલાવા લાગી. યુપીમાં ૧૯૬૭માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસને બહુમતી મળી ન હતી. ત્યારે રાજ્યમાં ૪૨૩ બેઠકો હતી અને કોંગ્રેસને ૧૯૮ બેઠકો મળી હતી, જ્યારે સરકાર બનાવવા માટે ૨૧૨ બેઠકોની જરૂર હતી. બીજા નંબરે જનસંઘ પાર્ટી હતી જેને ૯૭ બેઠકો મળી હતી, પરંતુ કોંગ્રેસની સાથે ૩૭ અપક્ષ સભ્યો અને કેટલાક નાના પક્ષોએ સરકાર બનાવી અને સીપી ગુપ્તા મુખ્યમંત્રી બન્યા. ચૌધરી ચરણ સિંહના બળવાને કારણે ગુપ્તાની સરકાર એક મહિનામાં પડી ગઈ. આ પછી, ચૌધરી ચરણ સિંહે ભારતીય જનસંઘ અને સંયુક્ત સમાજવાદી સાથે મળીને સરકાર બનાવી, પરંતુ ગઠબંધનમાં તિરાડને કારણે એક વર્ષ પછી, તેમણે પણ રાજીનામું આપી દીધું અને વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી. ધીરે ધીરે આ ટ્રેન્ડ બીજા ઘણા રાજ્યોમાં શરૂ થયો.
૧૯૬૭માં દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજાઈ હતી, આવી સ્થિતિમાં ૧૯૭૨માં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની હતી, ત્યારે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું અને બાંગ્લાદેશને પાકિસ્તાનથી અલગ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે દેશમાં તેમની લોકપ્રિયતા વધી હતી. આવી સ્થિતિમાં ઈન્દિરા ગાંધીએ ૧૯૭૧માં જ સમય પહેલા સામાન્ય ચૂંટણીઓ યોજવાનું નક્કી કર્યું. આ રીતે એક દેશ એક ચૂંટણીની જે વ્યવસ્થા ચાલી રહી હતી તેને બ્રેક લાગી ગઈ. તમને જણાવી દઈએ કે ૧૯૯૯માં લો કમિશને લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે કરાવવા માટે પોતાનો રિપોર્ટ આપ્યો હતો. ૨૦૧૫માં કાયદા અને ન્યાય પરની સંસદીય સમિતિએ પણ વન નેશન વન ઇલેક્શનની ભલામણ કરી હતી. ત્યારથી, સમયાંતરે એક દેશ એક ચૂંટણીની ચર્ચાઓ થતી રહી, પરંતુ સરકાર કોઈ નિર્ણાયક તબક્કે પહોંચી શકી નહીં. એક દેશ એક ચૂંટણીની ચર્ચાને વધુ હવા મળી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૮માં તેનો ઉલ્લેખ કર્યો. એક કાર્યક્રમ દરમિયાન મોદીએ કહ્યું હતું કે શું દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ શકે છે તેના પર ચર્ચા થવી જોઈએ? એટલું જ નહીં આ માટે સર્વપક્ષીય બેઠક પણ બોલાવવામાં આવી હતી જેમાં એક દેશ, એક ચૂંટણી પર રાજકીય પક્ષોનો અભિપ્રાય લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
છેલ્લી સામાન્ય ચૂંટણી દરમિયાન, ચૂંટણી પંચે કહ્યું હતું કે ૨૦૧૯માં સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી યોજવી શકય નથી કારણ કે ત્યાં ઘણી કાયદાકીય પ્રક્રિયાઓ છે જે સરકારે પૂર્ણ કરવી પડશે. જો કે, ૨૦૨૦ માં કોરોના રોગચાળાને કારણે, આ મુદ્દો ફરીથી શાંત થઈ ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here