સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, કેશુબાપા, નરેશ કનોડીયાને મરણોત્તર એવોર્ડ મળ્યા

 

નવી દિલ્હીઃ દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન બાદ સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક દરબાર હોલમાં એક ભવ્ય સમારોહમાં પદ્મ એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ દરમિયાન સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, મનોહર પારિકર, કેશુભાઈ પટેલ જેવા રાજનેતાઓને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. જ્યારે અભિનેત્રી કંગના રાણાવત, સરિતા જોશી, ગાયક અદનાન સામી, રમતગજગતમાંથી રાની રામપાલ, પીવી સંધુ સહિતનાઓને સન્માનિત કરાયા હતા.

૨૦૨૦ના વર્ષ માટે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૧૪૧ લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે. મંગળવારે ૨૦૨૧ માટે ૧૧૯ લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને આ એવોર્ડ એનાયત કર્યો હતો. એવોર્ડ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ હાજર રહ્યા હતા. 

આ વર્ષે ૧૧૯ વિભૂતિઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં ૭ હસ્તિઓને પદ્મ વિભૂષણ, ૧૦ને પદ્મ ભૂષણ અને ૧૦૨ને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. સન્માનિત થનારી હસ્તિઓમાં ૨૯ મહિલાઓનો અને ૧૬ લોકોને મરણોપંરાંત સન્માન આપવામાં આવ્યો છે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ વિભૂતિઓનું સન્માન કર્યું હતું. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશભાઇ પટેલને પણ મરણોપરાંત પદ્મ ભૂષણનો પુરસ્કાર અપાયો છે. પોત પોતાના ક્ષેત્રમાં મહત્ત્વનું યોગદાન પુરું પાડનારી વિભૂતિઓને પદ્મ એવોર્ડનો સન્માન કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં થયો છે. ગાયક સુરેશ વાડેકરને પદ્મશ્રી એવોર્ડ સોંપવામાં આવ્યો. સુરેશ વાડકરે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન એવોર્ડ મેળવીને તેઓ ખુશ છે. તેમણે કહ્યું કે તે લાંબા સમયથી આ એવોર્ડની રાહ જોઈ રહ્યા હતા.

સંતરા વેચનારને પદ્મશ્રી એવોર્ડ મળ્યો, ચપ્પલ પહેર્યા વિના ઉઘાડા પગે રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચ્યો, ત્યારે સૌ કોઈ દંગ થઈ ગયા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૨૦૨૦ના વર્ષના પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં એવોર્ડનું વિતરણ કર્યું હતું. મહાન નેતાઓ અને સેલિબ્રિટીઓની વચ્ચે એક સામાન્ય વ્યક્તિને મળેલો પદ્મશ્રી એવોર્ડે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. મેંગ્લોરનો આ સંતરા વેચનાર વ્યક્તિને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના હાથે પદ્મશ્રી એનાયત કર્યો હતો. આ પ્રસંગે સંતરા વેચનાર ચપ્પલ પહેર્યા વિના સાવ સાદા કપડાં પહેરીને રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યો હતો. તેને એવોર્ડ અપાયો ત્યારે ભવન તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો હતો.

આપને જણાવી દઈએ કે દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન બાદ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક દરબાર હોલમાં એક ભવ્ય સમારોહમાં પદ્મ એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ દરમિયાન સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી જેવા રાજનેતાઓને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. 

રાષ્ટ્રપતિ કોવિંદે હરેકલા હજબાને સામાજિક કાર્ય માટે પદ્મશ્રી અર્પણ કર્યું હતું. કર્ણાટકના મેંગલોરના એક સંતરા વેચનારે તેમના ગામમાં એક શાળા બનાવવા માટે તેમના વ્યવસાયમાંથી નાણાં બચાવ્યા હતા. તેઓ મેંગલોર શહેરથી લગભગ ૪૦ કિલોમીટર દૂર હરેકલા ગામમાં સંતરા વેચે છે. તેણે પોતાના ધંધામાંથી પૈસા બચાવ્યા અને ગામના બાળકો માટે શાળા બનાવી. 

ગામમાં શાળા ન હોવાથી હરકેલાનું ભણતર થઈ શક્યું ન હતું. તેથી તેણે પોતાના ગામમાં એક શાળા બંધાવી હતી. તેમણે વર્ષ ૧૯૯૫થી રૂપિયા બચાવવાનું શરૂ કર્યું હતું. ૨૦૦૦ના વર્ષમાં હરેકલા હજબાએ તેમની બધી બચતનું રોકાણ કર્યું અને એક એકર જમીનમાં શાળા શરૂ બનાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here