અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં માનવમહેરામણ ઉમટ્યો

અબુ ધાબીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું ઉદઘાટન કર્યું હતું. આ અબુ ધાબીનું પહેલું હિન્દુ મંદિર છે. આ મંદિરને સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યું ન હતું, પરંતુ રવિવાર રોજ મંદિરના દરવાજા સામાન્ય હરિ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા અને પ્રથમ દિવસે જ ૬૫ હજારથી વધુ ભક્તો મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા હતા.
સવારની પાળીમાં લગભગ 40 હજાર ભક્તો મંદિર પરિસરમાં આવ્યા હતા અને સાંજે 25 હજારથી વધુ લોકો મંદિર પરિસરમાં આવ્યા હતા. મંદિરમાં દર્શન કરવા માટે દેશ-વિદેશથી ભક્તો આવ્યા હતા. બસો અને વાહનોમાં લોકો દર્શન માટે આવી રહ્યા હતા. આ દરમિયાન લોકોએ ઘણી શાંતિ જાળવી હતી અને દર્શન કર્યા હતા. મંદિરની અદભૂત વાસ્તુકલા જોઇને લોકો આનંદવિભોર થઇ ગયા હતા. મુલાકાતીઓ દ્વારા પહેરવામાં આવેલા કપડાંના વાઇબ્રન્ટ રંગોએ તહેવારના વાતાવરણમાં રંગોનો ઇન્દ્રધનુષી સાગર ઉભો કર્યો હતો.
મંદિરમાં આવેલા ભક્તોએ પોતાનો અનુભવ પણ જણાવ્યો હતો. અબુ ધાબી મંદિરની મુલાકાતે આવેલા એક ભક્તે જણાવ્યું હતું કે, “મેં હજારો લોકોની વચ્ચે આટલો અદભૂત ઓર્ડર (શિસ્તભરી વ્યવસ્થા)ક્યારેય જોયો નથી. મને ચિંતા હતી કે મારે કલાકો સુધી રાહ જોવી પડશે અને શાંતિથી દર્શન કરી શકીશું નહીં, પરંતુ અમે અદભુત દર્શન કર્યા. મંદિરના મુલાકાતીઓએ મંદિરના ઉદઘાટન પર ખુશી વ્યક્ત કરી હતી અને યોગ્ય સંચાલન માટે BAPS સ્વયંસેવકો અને મંદિરના કર્મચારીઓની પ્રશંસા કરી હતી. અબુ ધાબીના મંદિરના દર્શને આવનાર એક ભક્તે કહ્યું હતું, “મેં હજારો લોકોની વચ્ચે આવો અદભુત ક્રમ ક્યારેય જોયો નથી. મને ચિંતા હતી કે મારે લોકોની વચ્ચે ધક્કા ખાવા પડશે, કલાકો સુધી રાહ જોવી પડશે. આમ કરવા છતાં શાન્તિથી ભગવાનના દર્શન કરી શકાશે નહિ આ પ્રમાણેની િચંતા થતી હતી, પરંતુ અમે આવ્યા પછી જોયું તો અદભુત દર્શન વ્યવસ્થા હતી. મંદિર પ્રશાસન દ્વારા સુચારૂ વ્યવસ્થાને કારણે દરેક દર્શનાર્થી શાંત ચિંતે ભગવાનના દર્શન કરી શકે છે. તમામ BAPS સ્વયંસેવકો અને મંદિરના કર્મચારીઓનો આભાર.
અબુ ધાબીમાં પ્રથમ હિંદુ મંદિરનું ઉદઘાટન વડાપ્રધાન મોદીએ કર્યું હતું. UAEના પ્રમુખ શેખ નાહયાન મબારક અલ નાહયાન પણ ઉદઘાટનમાં હાજર રહ્યા હતા. અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિર એ મધ્ય પૂર્વમાં પ્રથમ પરંપરાગત પથ્થરનું હિંદુ મંદિર છે. આ મંદિર ભારત અને UAE વચ્ચેની કાયમી મિત્રતાના પ્રમાણપત્ર તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે, જે સાંસ્કૃતિક સમાવિષ્ટતા, આંતર-ધાર્મિક સંવાદિતા અને સમુદાય સહયોગની ભાવનાનું પ્રતીક છે. (ગુજરાત ટાઈમ્સ સંકલન)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here