સુપ્રીમ કોર્ટનો લોન મોરિટોરિયમને સંબંધિત મહત્વનો ચુકાદો : વ્યાજને સંપૂ્ર્ણપણે માફ ના કરી શકાય…

 

 કોરોનાના પગલે લાદવામાં આવેલા લોકડાઉનના સમયગાળામાં કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બેન્ક ધીરાણ મેળવનારા વર્ગ માટે લાગુ કરવામાં આવેલા છે માસના મોરેટોરિયમ પિરિયડને લંબાવવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો હતો. 

    સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ઈકોનોમિક પોલિસીને મામલે તે ડખલ ના કરી શકે. સુપ્રીમ કોર્ટે સરકારની વાત સમજતાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે માત્ર કંપનીઓને જ નહિ, સરકારને પણ નુકસાન થયું છે. કોર્ટ સરકાર પર કે રિઝર્વ બેન્ક પર કોઈ પણ પ્રકારનું દબાણ કરી શકે નહિ. સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરેલા એફિડેવિટમાં કહ્યું હતું કે, સરકારે અલગ અલગ સેકટરોમાં યોગ્ય રાહત પેકેજ આપ્યું છે. હાલની મહામારીના સમયકાળમાં અત્યારે સરકાર માટે એ સંભવ નથી કે એ ઉપરોક્ત સેકટરોને વધુ રાહત આપી શકે. 

   આ તે જ કેસ છે કે, જેમાં સરકારે બેન્ક લોનધારકોને ઈએમઆઈ ચુકવવા પર મોટી રાહત આપી હતી. હકીકતમાં ગત વરસે ભારતીય રિઝર્વ બેન્કે લોન આપનારી કંપનીઓને મોરોટોરિયમ આપવાની વાત કરી હતી. જેને 31 ઓગસ્ટ સુધી વધારવામાંમ આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here