અદાણી ડિફેન્સની પ્રથમ સ્વદેશી બનાવટની ‘દ્રષ્ટિ 10 યુએવી’ નું અનાવરણ

હૈદરાબાદ: સંરક્ષણ ક્ષેત્રે ‘આત્મનિર્ભરતા’ દર્શાવતાં અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે સ્વદેશ નિર્મિત ‘દ્રષ્ટિ 10 સ્ટારલાઈનર અનમેન્ડ એરિયલ વ્હીકલ (યુએવી)’ ભારતીય નૌકાદળને સમર્પિત કરી હતી. દૃષ્ટિ 10 સ્ટારલાઇનર 36 કલાકની સહનશક્તિ અને 450 કિગ્રા પેલોડ ક્ષમતા ધરાવતુ એડવાન્સ ઈન્ટેલિજન્સ, સર્વેલન્સ અને રિકોનિસન્સ પ્લેટફોર્મ છે, તેને અલગ અને અવિભાજિત એરસ્પેસ બંનેમાં ઉડવાની મંજૂરી આપવામાં આવે છે.
યુએવીને હવે હૈદરાબાદથી પોરબંદર સુધી નૌકાદળની દરિયાઈ કામગીરીમાં સામેલ કરવા માટે લઈ જવામાં આવશે. ફ્લેગ-ઓફ સમારોહનું નેતૃત્વ નૌકાદળના વડા મુખ્ય અતિથિ એડમિરલ આર. હરિ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે સંરક્ષણમાં ‘આત્મનિર્ભરતા’ને સક્ષમ કરતા અદાણીના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
તેલંગાણાના ઉદ્યોગ અને કાયદાકીય બાબતોના મંત્રી ડી. શ્રીધર બાબુએ માનવરહિત પ્રણાલીઓ માટે વાઈબ્રન્ટ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવા બદલ અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસને બિરદાવી હતી.
અદાણી એન્ટરપ્રાઇઝિસના વાઈસ પ્રેસિડેન્ટ જીત ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, સશસ્ત્ર દળોને સેવા આપવા અને નિકાસ માટે વૈશ્વિક નકશા પર ભારતને સ્થાન આપવા અદાણી માટે જમીન, હવાઈ અને નૌકા સરહદો પર ગુપ્તચર, સર્વેલન્સ અને જાસૂસી પ્લેટફોર્મ એ મુખ્ય પ્રાથમિકતા છે.
અદાણી ડિફેન્સના સીઈઓ આશિષ રાજવંશીએ જણાવ્યું હતું કે, ‘દ્રષ્ટિ 10 સ્ટારલાઈનર’નું હસ્તાંતરણ એ નૌકાદળને અમારી સમયસર ડિલિવરી એ અમારી મજબૂત ગુણવત્તા વ્યવસ્થાપન પ્રક્રિયાઓ અને અમારા ભાગીદારો તરફથી ઉત્કૃષ્ટ સમર્થનનો પુરાવો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here