સીએએ ભારતનો આંતરિક મામલોઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

 

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાગરિકતા સુધારા કાયદા (સીએએ) જેવા વિવાદાસ્પદ મુદ્દાઓથી અંતર જાળવ્યું હતું અને કહ્યું હતું કે એ ભારતનો આંતરિક મામલો છે અને તે પોતાના દેશના લોકો માટે યોગ્ય નિર્ણય લેતા હશે એવી આશા છે. પોતાની ઐતિહાસિક ભારતમુલાકાતના બીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સર્વગ્રાહી મંત્રણા અને કેટલાક કરારો કરનારા ટ્રમ્પે પોતાની સ્વતંત્ર પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મેં મોદી સાથે ધાર્મિક સ્વાતંત્ર્યને લઈને લાંબી ચર્ચા કરી હતી. મોદીએ મને કહ્યું હતું કે તેઓ (દેશના) લોકોમાં ધાર્મિક આઝાદી ઇચ્છે છે. ભારતે ધાર્મિક આઝાદીનો મહાન માહોલ સર્જાય એ માટે ખૂબ મહેનત કરી છે. દિલ્હીનાં તોફાનો અંગેના સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે મેં એ વિશે સાંભળ્યું છે, પણ મોદી સાથે એ અંગે મારી ચર્ચા થઈ નથી. જોકે ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીની ઓફર દોહરાવી હતી અને કહ્યું હતું કે બંને દેશના નેતાઓ સાથે હું સારા સંબંધ ધરાવું છું. અમેરિકી પ્રમુખે વડા પ્રધાન મોદીને અદ્ભુત નેતા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારત મોટી આર્થિક શક્તિ તરીકે ઊભરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here